ખબર

‘પાકિસ્તાની બહેને’ બાંધી PM મોદીજીને રાખડી, આપી આ ખાસ ભેંટ…

ગઈકાલ એટલે કે 15 મી ઓગસ્ટ ના રોજ સ્વતંત્રતા દિવસની સાથે સાથે રક્ષાબંધન તહેવારની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ 73 માં સ્વતંત્ર દિવસના મૌકા પર લાલ કિલ્લાની પ્રાચીર થી દેશને સંબોધિત કર્યા અને ત્રિરંગો પણ લહેરાવ્યો હતો.જ્યાં તેમણે દરેક વખતની જેમ આ વખતે પણ બાળકો અને મહિલાઓ પાસે રાખડી બંધાવડાવી હતી.

આ વચ્ચે મોદીજીની પાકિસ્તાની બહેન કુમાર મોહશીન શેખે પણ તેને રાખડી બાંધી હતી અને પતિ દ્વારા બનાવામાં આવેલી પેન્ટિંગ પણ ભેટ સ્વરૂપે આપી હતી. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આગળના 24 વર્ષોથી મોદીજીને રાખડી બાંધતી આવી રહી મોહશીન શેખનું માનવું છે કે મોદીજી દુનિયાની શાંતિ અને વિકાસ માટે ખાસ પગલાં ઉઠાવી રહ્યા છે.

Image Source

મોદીજી જ્યારે રાષ્ટ્રીય સેવક સંઘના પ્રચારક અને પછી ભાજપા કાર્યકર્તાના રૂપમાં ગુજરાતમાં કામ કરતા હયા ત્યારે મોહશીન શેખે રાખડી બાંધતા મોદીજીને રાજ્યના મુખ્યમંત્રી બનવાની દુવા કરી તો મોદીજીએ હસતા હસતા કહ્યું હતું કે,મને એક કાર્યકર્તા જ રહેવા દો”.

આખરે કોણ છે મોહશીન શેખ:
મોહશીન શેખ મૂળ રૂપથી કરાચીની રહેનારી છે, તે પોતાના પરિવારની સાથે વર્ષોથી અમદાવાદમાં રહે છે.આગળના ઘણા વર્ષોથી તે મોદીજીને રાખડી બાંધતી આવી છે. તેના પતિ એક પેન્ટર છે, તેના પતિએ મોદીજી માટે પેન્ટિંગ બનાવી હતી, જે તેણે રાખડી બાંધીને ભેંટ સ્વરૂપે મોદીજીને આપી હતી.

Image Source

મોહશીન શેખે મોદીજી માટે નોબલ પુરસ્કારની પણ કામના કરી છે.તેનું માનવું છે કે જ્યારે સાચા દિલથી દુવા કરવામાં આવે તો તે ચોક્કસ પૂર્ણ થાય છે. મોદીજી આતંકવાદ, ભ્રસ્ટાચાર, ગરીબી જેવી સમસ્યાઓને ખતમ કરવા માટે મહેનત કરી રહયા છે, દેશ અને દુનિયાના કલ્યાણ માટે તેને નોબલ પુરસ્કાર મળવું જોઈએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks