ગજબ હો…ટીવીના ફેમસ અભિનેતા મોહિત રૈનાએ અચાનક જ સિક્રેટ લગ્ન કરી બધાને ચોંકાવી દીધા, જુઓ PHOTOS

ટીવી જગતમાં એક મોટા ખુશીના સમાચાર આવ્યા છે. આપણા બધાની ફેવરિટ ટીવી શો દેવો કે દેવ મહાદેવના એક્ટર મોહિત રૈના (Mohit Raina)એ ૨૦૨૨ નવા વર્ષના પહેલા દિવસે સિક્રેટ મેરેજ કરીને ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. આ લોકપ્રિય અભિનેતાએ રૈનાએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરી છે.

સુપર હિટ અભિનેતા મોહિત રૈનાએ વર્ષ 2022ના પહેલા દિવસે પોતાના સિક્રેટ વેડિંગ વિશે જણાવીને ફેન્સને મોટો આંચકો આપ્યો છે.મોહિતે ગર્લફ્રેન્ડ અદિતિ જોડે સાત ફેરા લઇ લીધા છે.

મોહિત રૈનાએ લગ્નની આ બધી તસવીરો શેર કરીને એક પોસ્ટ લખીને પોતાના અને અદિતિના નવા જીવન માટે આશીર્વાદ માંગ્યા છે. ત્યારથી, અભિનેતાના ચાહકો તેમના લગ્નના ફોટા પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

મોહિત રૈનાએ સફેદ શેરવાની પહેરી છે, જ્યારે દુલ્હન અદિતિએ પેસ્ટલ રંગનો લહેંગા પહેર્યો છે. બંનેની ક્યૂટ જોડીને નેટીઝન્સ તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. અભિનેતાએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તસવીરો શેર કરીને લખ્યું, ‘પ્યાર કિસી બાધા કો નહીં જાનતા. યે સીમાઓં કો પાર કર લેતા હૈ, બાડ સે છલાંગ લગાતા હૈ, દીવારોં કો પાર કર પૂરી આશાઓ કે સાથે અપની મંજિલ પર પહુંચતા હૈ’.

આશા અને પરિવારના આશીર્વાદની સાથે હવે અમે બે નહીં પણ એક છીએ. લગ્નના સફર માટે તમારો પ્રેમ અને આશીર્વાદ જોઈએ. અદિતિ અને મોહિત. મોહિત રૈનાના ગુપ્ત લગ્નના ફોટા સામે આવ્યા પછી, ચાહકો અભિનેતાની પોસ્ટ પર ટિપ્પણી કરી રહ્યા છે.

મોહિત રૈનાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતાએ દેવો કે દેવ મહાદેવમાં લોર્ડ શિવની ભૂમિકા ભજવી હતી. આ સિવાય મોહિતે બંદિની, ચેહરા અને ચક્રવર્તી અશોક સમ્રાટમાં પણ કામ કર્યું છે.

YC