લેખકની કલમે

મોહિત મનસ્વી સામે જોતો રહ્યો , પછી તુરંત એ શાંત પડ્યો , મનસ્વી ના બંને ખભા પોતાના બંને હાથ વડે પકડ્યા ,એને મનસ્વી ને નજીક ખેંચી અને બોલ્યો “મનસ્વી , મને ખબર છે કે તું મને પ્રેમ કરે છે ,

હા , હું કરું છું તને પ્રેમ ,અનહદ પ્રેમ , આભ ન માપી શકે , જમીન ન શમાવી શકે , શબ્દો ન કહી શકે , આંસુ ન છુપાવી શકે ,એટલો પ્રેમ કરું છું હું તને .

મનસ્વી કેન્ટીન માં લોકો ની ભીડ થી થોડી દૂર ઉભી મન માં બોલી , અને આટલું બોલતા જ એની આંખો માંથી આંસુ ટપકવા લાગ્યા .

અચાનક મનસ્વી ને લોકો ને હાજરી ધ્યાન માં આવી , કોઈ જોઈ ન જાય એટલે એ પાછળ ફરી અને બંને ગાલ પર થી વહેતા આંસુ ને રોકી સાફ કર્યા અને આંખો ના ડેમ નો દરવાજો બંધ કર્યો.
ત્યાં પાછળ ની ભીડ માંથી કોઈ છોકરા નો અવાજ આવ્યો,” બોલ આરોહી ,જવાબ તો દે ગોઠણ દુઃખી ગયો મારો….”

અને આજુ બાજુ ની ભીડ માંથી લોકો અવાજ કરવા લાગ્યા , કોઈ છોકરી કહે, “હા કહી ને કેટલો સ્વીટ છે “, બીજી કહે,”વિચારી ને ના કહીશ તો હું હા કહી દઈશ ” , ત્યાં કોઈ છોકરો કહે ,”કમોન આરોહી ના કહી દે ,હું વધુ પ્રેમ કરું છું તને ” ત્યાં રહેલ લોકો ની ભીડ એક સાથે હસી પડી….
બીજો છોકરો ,”હવે હા પાડી દો, અમે તને આમ પણ ભાભી માની જ લીધી છે…” ત્યાં જ તે ભીડ માં ઉભરી ને આવતું ચાર છોકરાઓ અને બે છોકરીઓ નું ગ્રૂપ એક સાથે “ભાભી ..ભાભી ” ના સુર લગાડી આરોહી ને હા કેહવા એનકરેજ કરવા લાગ્યા . …

મનસ્વી એ પોતા ની નજર ત્યાં દોડાવી, … આરોહી વિચારતી હતી , અને વિચારો નો અંત લાવી બોલવા ની શરૂઆત કરી ,”અમમ શું કહું….સમજ માં નથી આવતું ” બોલતા બોલતા આરોહી ના ચેહરા પર એક અનોખું સ્મિત હતું .

એ સ્મિત જોઈ મનસ્વી ની આંખો ના ડેમ ના દરવાજા નબળા પડવા લાગ્યા ,અને એને એના દિલ ના ધબકારા નો અવાજ એના પોતા ના કાન સુધી સંભળાવા લાગ્યો .

ત્યાં આરોહી જોર થી બૂમ પાડી ને બોલી ,”હું પણ તને ખૂબ ખૂબ ખૂબ પ્રેમ કરું છું … પાર્થ , …”

આ સાંભળતા જ મનસ્વી એ પોતા ની આંખો બંધ કરી લીધી , અને આજુ બાજુ ની ભીડ તાળીઓ અને સીટીઓ સાથે હંગામો મચાવી દીધો.

મનસ્વી આંખો બંધ કરી ને ઉભી રહી , થોડી ક્ષણો એમ જ ઉભા રહ્યા બાદ મનસ્વી એ બંધ આંખો સાથે પાર્થ અને આરોહી ના પ્રેમ નો ઘૂંટળો ગળે થી નીચે ઉતાર્યો , આંખો ખોલી દૂર થી પાર્થ સામે જોયું , પ્રેમ ભરી નજરે પાર્થ સામે જોતી રહી ત્યાં તેના હાથ માં હાથ ભરાવતી આરોહી અને હાથ ની આંગળી માં ચમકતી હીરા ની અંગુઠી બંને મનસ્વી ની આંખો ને ખટકવા લાગી . મનસ્વી એ જોઈ ન શકી અને ત્યાં થી ચાલતા નીકળી ગઈ.
ભીની આંખો , દુઃખી ચેહરો , ખુલ્લા વાળ ,અને ગાલ પર થોડું પ્રસલાયેલ આંજણ , ધીમા ધીમા ડગલે યાદો માં ખોવાયેલ મનસ્વી રસ્તા ની સાઈડ પર ચાલતી હતી.
ત્યાં જ અચાનક એનો ફોન વાગ્યો , મનસ્વી થોડી ભાન માં આવી ,એને સાઈડ પર્સ માંથી મોબાઈલ કાઢ્યો , અને સ્ક્રીન પર નામ વાંચ્યું “પાર્થ’ .
મનસ્વી વિચાર માં પડી ગઈ, વિચાર માં અને વિચાર માં ફોન ની રિંગ બંધ થઈ ગઈ , મનસ્વી ને હાશકારો થયો , ત્યાં જ પાછી રિંગ રણકી , મનસ્વી એ ફોન સાયલન્ટ કરી નાખ્યો , અને પર્સ માં ફોન મૂકી ચાલતી થઈ ગઈ.

મનસ્વી પોતા ના ઘરે પહોંચી, પર્સ નો સોફા પર ઘા કર્યો , ફ્રીઝ માંથી ઠંડી પાણી ની બોટલ કાઢી અને અડધી બોટલ પાણી ની પી અને પોતાના મગજ ને ઠંડો કર્યો , પછી ટીવી ઓન કર્યું , અને સોંગ ની ચેનેલ લગાવી સોફા પર આંખ બંધ કરી બેસી ગઈ.

**

કોલેજ માં વેલેન્ટાઈન ડે ની ઉજવણી થઈ રહી હતી,છોકરા છોકરીઓ બધા વાઈટ અને રેડ કલર ના કપડાં માં , કોઈ ના હાથ માં લાલ ગુલાબ,કોઈ ના હાથ માં ગુલદસ્તો ,કોઈ ના હાથ માં ચોકલેટ , ત્યાં સો માંથી ચાર પાંચ ખાલી હાથે અને બીજા કલર ના કપડાં પહેરી સાઈડ માં ઉભા નજરે ચડે , ત્યાં જ મનસ્વી કોલેજ માં પ્રવેશી , પોતાની નજર આજુ બાજુ દોડાવી , પણ એ જેને શોધતી હતી એ નજરે ચડ્યું નહીં , એ આગળ વધી ત્યાં જ પાછળ થી અવાજ આવ્યો “તુમ મુજે ધૂંઢ રહી હો ઔર મેં યહાં કબસે તેરા ઇંતજાર કર રહા હું ”

મનસ્વી પાછળ જોયા વિના મલકાઈ ,
ત્યાં જ પાછો અવાજ આવ્યો “બેબી , પલટ  તેરા હીરો ઇધર હૈ ”

મનસ્વી પાછળ ફરી અને દોડી એને ગળે વળગી ગઈ.

મનસ્વી “હેપી વેલેન્ટાઈન ડે …….મોહિત ”
મોહીત , “સેમ ટુ યુ માય લવ ”
પછી મોહિત એ મનસ્વી ને એક રેડ રોઝ આપ્યું , મનસ્વી એ સ્વીકાર્યું અને હાથ માં લઇ જોતી હતી ત્યાં જ બીજું , અને પછી ત્રીજું એમ એક એક કરી ગુલાબ નો ગુલદસ્તો મનસ્વી ને આપ્યો , મનસ્વી ની ખુશી સાતમા આકાશ પર હતી .

ત્યાં જ મોહિત પોતા ના ગોઠણ પર બેઠો અને બોલ્યો , “આઈ લવ યુ મનુ …”

મનસ્વી મોહિત સામે જ જોતી રહી, એ ખુશ હતી , એ આજ ક્ષણ ને ઇચ્છતી હતી, આ જ ક્ષણ ની રાહ જોતી હતી , પોતાના વિચારો મા મનસ્વી એ આ ક્ષણો ને જીવી લીધા હતા ,

એના ચહેરા પર ખુશી હતી  પણ આછી એક ડર ની પડછાઇ દેખાતી હતી.

મોહિત મનસ્વી ના આ એક્સપ્રેશન સમજી ન શક્યો . એને મનસ્વી ના હાથ ને પોતા ના હાથ વડે હલાવ્યો ,મનસ્વી એકીટશે મોહિત સામે જોતી રહી .

ત્યાં મોહિત એ ગોઠણ વાળી નીચે બેઠા બેઠા ગીત શરૂ કર્યું, “જાદુ તેરી નઝર ખુશ્બુ તેરા બદન ,તું હા કર યા ના કર તું હે મેરી મનુ , તું હૈ મેરી મનુ”…

સાંભળી મનસ્વી હસી પડી , અને મોહિત પાસે નીચે ગોઠણ વાળી બેસી ગઈ અને ગળે મળી ને બોલી, આઈ લવ યુ ટું મોહિત….

આજુ બાજુ કોલેજ માં બધા લોકો તાળી પાડવા લાગ્યા.

મનસ્વી ને મોહિત બને ઉભા થયા અને હાથ માં હાથ પરોવી ચાલતા થઈ ગયા ,
અને કોલેજ ની કેન્ટીન માં જઇ અને બેઠા.

મનસ્વી , મોહિત ખબર નઇ અચાનક શુ થયું હતું મને ત્યારે….
મોહિત એ મનસ્વી ના હાથ રાખ્યો , અને આંખો પટપટાવી “કાઈ વાંધો નહીં ” કહ્યું .
મનસ્વી , “નઇ યાર કેમ શુ થયું કાંઈ સમજાયું નહીં ”

“બડે બડે દેશો મેં એસી છોટી છોટી બાતેં ચલતી રહેતી હૈ સેનોરિટા ” મોહિત મનસ્વી નો મૂડ સારો કરવા માટે શાહરુખ ખાન ની સ્ટાઇલ માં બોલ્યો .

મનસ્વી હસી પડી , “અરે હવે આ ડાયલોગ્સ બંધ કર”
મોહિત , “તને આ બધા મૂવીઝ ગમે એટલે તારા માટે ”
મનસ્વી , “મારા માટે ?”
મોહિત , “હોવ બસ તારા જ માટે ”

મનસ્વી પ્રેમ ભરી નજરે મોહિત સામે જોવા લાગી. મોહિત પણ મનસ્વી સામે જોતો હતો.

*

મનસ્વી સોફા પર આંખો બંધ કરી બેઠી હતી , ત્યાં જ ઘર ની બેલ વાગી , મનસ્વી ઝબકી , આંખો ખોલી, ટીવી પર નજર ગઈ જોર જોર થી ગીત વાગતા હતા , ત્યાં પાછી બેલ વાગી, મનસ્વી એ ટીવી નું વોલુયમ બંધ કર્યું , અને દરવાજો ખોલવા આગળ વધી .
દરવાજો ખોલતા બોલી , “અરે સુમન કાકી તમે ”
સુમન કાકી મનસ્વી ને થોડા ગુસ્સા માં બોલ્યા , ” કેમ તારો ફોન ક્યાં છે ? મનસ્વી”

મનસ્વી ખિસ્સા તપાસવા લાગી અને સાથે સાથે બોલી , “કેમ શુ થયું કાકી ,કેમ ગુસ્સા માં લાગો છો ?”

કાકી મનસ્વી સામે જોતા જોતા , “મળ્યો ફોન ?”

મનસ્વી , “ના ખિસ્સા માં નથી પણ અહીંયા જ ક્યાંક હશે ….”

“હા તો એ ગોત અને જો એમાં , ” કાકી થોડા ઊંચા અવાજ માં બોલ્યા .

મનસ્વી નું ધ્યાન સોફા પર પડેલ પર્સ પર પડ્યું અને યાદ આવ્યું કે ફોન તેમાં છે એ દોડી ને ફોન શોધવા લાગી ,
મોબાઈલ હાથે ચડ્યો અને બહાર કાઢતા કાઢતા કાકી તરફ જોઈ બોલી ,”આ રહ્યો આ પર્સ ની અંદર હતો ”

કાકી , “હા તો જો તારા મમ્મી એ કેટલી વખત ફોન કરેલો ”

મનસ્વી મોબાઈલ તપાસતા બોલી ” એવું છે..ઓહહ દસ મિસકોલ્સ….ફોન સાયલન્ટ હતો ..”

કાકી શાંત પડતા , ” હા , આટલા ફોન પછી ન ઉપાડ્યો એટલે તારા મમ્મી એ મને ફોન કર્યો , કહ્યું કે જુઓ તો મનુ ક્યાં છે , કેટલી ચિંતા કરતા હતા તારા મમ્મી ખબર તને ..”

મનસ્વી ,” અરે સોરી સોરી કાકી, ધ્યાન જ ન રહ્યું ”

કાકી મનસ્વી ને લાલ આંખો તરફ જોઈ પ્રેમ થી પૂછ્યું ,”બેટા બધું ઠીક છે ને ?”

મનસ્વી બે ક્ષણો ચૂપ રહી અને કાકી તરફ જોતી રહી ,પછી પરિસ્થિતિ ને નોર્મલ કરતા બોલી ,”હા હા બધું ઠીક છે , બસ થોડું માથું દુઃખે છે એટલે સુઈ ગઈ હતી ”

“ટીવી નું વોલ્યુમ ફૂલ રાખી ને ? ” કાકી તાપસ કરતા બોલ્યા .

મનસ્વી વાત સંભળતા બોલી “આદત છે મને એવી ગીતો દવા છે મારી માટે ., તમે નહીં સમજો કાકી”

કાકી થોડું હસી ને , “બેટા હું નહીં સમજુ ? , ના મનુ હું બધું સમજું છું , ” પછી મનસ્વી માથે હાથ ફેરવ્યો ,
મનસ્વી કાકી સામે જોવા લાગી…

અને કાકી એ ઉમેર્યું “ચાલ તારા મમ્મી ને ફોન કરી લેજે ,અને હા વધુ દવા લેવા થી આંખો લાલ થઈ જાય તો એનું ધ્યાન રાખજે…” કાકી ત્યાં થી ચાલ્યા ગયા.

મનસ્વી ની આંખો માં પાણી હતા એ થોડો સમય ત્યાં ને ત્યાં જ ઉભી રહી.

પછી અચાનક મોબાઈલ તરફ ધ્યાન ગયું , તુરંત એને એના મમ્મી ને ફોન કર્યો.

મમ્મી , “મનુ ક્યાં છે તું ?, કેટલા ફોન કર્યા , કેટલા મેસેજ મુક્યા, બધું ઠીક છે ને? ,કેમ ફોન નહતી ઉપાડતી? ,
જવાબ દે મનુ?”

મનસ્વી મમ્મી ને શાંત કરતા બોલી , “અરે મા બોલવા નો મોકો તો આપ મને , શાંત શાંત ”
મમ્મી ,”શું શાંત શાંત ? આવડી મોટી થઈ ગઈ પણ કાઈ ધ્યાન રાખતા નથી આવડતું , હવે કહીશ ક્યાં હતી ?”

મનસ્વી ,”અરે સૂતી હતી હું , અને ફોન સાયલન્ટ પર હતો ”

મમ્મી ચિંતા માં બોલી ઉઠ્યા ,” સૂતી હતી , કેમ શું થયું , બધું ઠીક છે ને ?”
મનસ્વી મમ્મી ને શાંત કરાવતા ,” અરે શાંત થાઓ માતે , બસ થોડું માથું દુઃખે છે એટલે , બીજું કાંઈ નહીં… સાચે..”

મમ્મી શાંત પડતા , “મનુ તું સાચું કહે છે ને ?”

મનસ્વી , “સાવ સાચું મમ્મી ,”

મમ્મી ,” દવા લીધી તે .?

મનસ્વી થોડું વિચારી ને ,” હા લઈ લીધી .”

મમ્મી ,”તું સુઈ જા પછી ફોન કરીશ હું,અને ફોન સાયલન્ટ ન રાખજે હવે સમજાયું ”

મનસ્વી ,”હા સમજાય ગયું , નહિ રાખું બસ , ચાલ બાય , કરું પછી ફોન ”

મમ્મી ,”હા બાય ” , ધ્યાન રાખજે ”

મનસ્વી , “હા રાખીશ ”

આટલું કહી મનસ્વી એ ફોન કટ કરી નાખ્યો.

ફોન કટ કરતા ની સાથે મનસ્વી એ પોતા ના મોબાઈલ ની સ્ક્રીન પર એનો અને મોહિત નો ફોટો જોયો…જોતા ની સાથે મનસ્વી ની આંખો માં પાણી આવી ગયા..

***

મોહિત આગળ ચાલતો જતો હતો..મનસ્વી એની પાછળ એનું નામ પુકારતા દોડતી પહોંચી..
મોહિત નો હાથ પકડ્યો અને ઉભો રાખ્યો , મોહિત ની આંખો માં પાણી હતું..મનસ્વી એ જોઈ બોલી.
“સોરી મોહિત’

મોહિત “પ્લીઝ મનસ્વી..”

મનસ્વી “નહીં સાચે યાર..સમજ’

મોહિત “શું સમજુ કહે તું મને , શું સમજુ હું આમાં , હું શું કહું છું કે ચાલ કોલેજ નું છેલ્લું યર પૂરું થવા આવ્યું આપણે ઘરે વાત કરી લઈએ , પણ તું યાર…”

મનસ્વી કાંઈ ન બોલી બસ નીચું જોઈ ઉભી રહી

મોહિત મનસ્વી ને જોઈ બોલ્યો ,”છોડ , રહેવા દે”અને પાછો ચાલતો થઈ ગયો…

મનસ્વી પાછી મોહિત પાછળ દોડી…અને મોહિત નો હાથ પકડ્યો ..

મોહિત થોડા ગુસ્સા માં “શું છે…?”

મોહિત નો ગુસ્સા વાળો અવાજ સાંભળી મનસ્વી એ મોહિત નો હાથ છોડી દીધો.

મોહિત મનસ્વી સામે જોતો રહ્યો , પછી તુરંત એ શાંત પડ્યો , મનસ્વી ના બંને ખભા પોતા ના બંને હાથ વડે પકડ્યા ,એને મનસ્વી ને નજીક ખેંચી અને બોલ્યો “મનસ્વી , મને ખબર છે કે તું મને પ્રેમ કરે છે ,અને એ પણ સાચો , તારા પ્રેમ પર મને જરાય શક નથી , તે મારા માટે ઘણું કર્યું છે , રાધિકા ના છોડી ને જવા પર તે જ મને સાંભળ્યો , મને એક નવી જિંદગી દીધી …અને તું પણ જાણે છે કે હું તને અનહદ પ્રેમ કરુ છું , અને તું મને… પણ પ્રોબ્લેમ શું છે?” મોહિત નો અવાજ થોડો વધ્યો. ,”જ્યારે જયારે કમિટમેન્ટ ની વાત આવે , તું પાછળ હટી જા છો…કેમ?… હું એમ ન કહી શકું કે તું મને લઈ સીરીયસ નથી, એનો મારા મને એક જ અર્થ નીકળે તને મારા પ્રેમ પર ભરોસો નથી.”

“એવું નથી મોહિત.” મનસ્વી તુરંત બોલી પડી.

મોહિત ,”તો કેવું છે?” કહે તું મને…

મનસ્વી કાંઈ ન બોલી , મોહિત તેની વધુ નજીક આવ્યો , એને એના બને હાથ મનસ્વી ના ગાલ પર ધીમે થી રાખ્યા અને એનું મોઢું પોતા તરફ કર્યું, મનસ્વી ની આંખો મોહિત ની આંખો ને જોવા લાગી.

મનસ્વી એ પોતાની નજર હટાવી, એની આંખો માં પાણી આવી ગયા , એક ઊંડો શ્વાસ લીધો પાછું તેને મોહિત સામે જોયું અને બોલી ,
“મને પ્રેમ પર ભરોસો નથી , હું રિલેશનશીપ ના બંધાણ માં બંધાવા નથી માંગતી , મને એ બંધાણ થી ડર લાગે છે, ગભરામણ જેવું થવા લાગે, ક્યાંક હું એ સારી રીતે નિભાવી નહીં શકું , …”

મોહિત હસવા લાગ્યો અને બોલ્યો ,”બસ આટલું જ ”

અને હસતા હસતા મનસ્વી ને ગળે મળ્યો , ને આગળ બોલ્યો ,”હું તો ડરી ગયો હતો કે તું કેમ આવું કરે છે , ‘

મનસ્વી કાંઈ સમજયી નહીં , એ એકધારું મોહિત સામે જોવા લાગી .

મોહિત ,”અરે કેમ આમ સામું જુએ છે, તને રિલેશનશિપ ફોબીઆ છે ને , તું ડરે છે એ સારું કહેવાય, કારણકે તું તારી જિંદગી ને પ્રેમ કરે છે , ક્યાંક રિલેશન માં આવ્યા પછી તું તને ભૂલી જઈશ તો એ ડર છે ને તને?’

મનસ્વી એ મોઢું હલાવ્યું .

મોહિત એ મનસ્વી ના સાઈડ ના વાળ સરખા કરી એના એક ગાલ પર પોતા નો હાથ ધીમે રાખ્યો આંગળા ને કાન ની પાછળ અને અંગુઠા ને ગાલ પર રાખી બોલ્યો , “તું ડર નહીં , આપણે એક બીજા ને પ્રેમ કરીએ છીએ , પણ એ ‘દો જીસ્મ ,એક જાન ‘ એ મેન્ટાલીટી મારા એ સમજ ની બહાર છે , ગમે એ રીલેશનશીપ માં તું તું જ રહીશ , તને કોઈ બંધન નહીં મળે ,તારી લાઈફ તારી જ રેહશે, બસ એનો એક નાનો હિસ્સો મને બનાવી લે …”

વધુ ઉમેરતા બોલ્યો મોહિત ,”આ મારું પ્રોમિસ છે, જ્યારે તને  બંધન લાગે કે ગભરામણ થાય , પ્લીઝ એક વખત મને જાણ કરી દેજે , અને હું ન સમજુ તો તારે જે સજા દેવી હોય એ હું સ્વીકારવા તૈયાર રહીશ, …પણ એ મોકો હું આવવા જ નહીં દઉં.”

મનસ્વી થોડું વિચારી ને બોલી ,”મોહિત હું..”

મોહિત એ મનસ્વી ને વચ્ચે થી અટકાવી અને બોલ્યો ,”અત્યારે નહીં, પેહલા તું પૂરતો સમય લે , વિચારી લે , જે તારી ઈચ્છા હશે મને સ્વીકાર્ય રેહશે..”
મોહિત એ મનસ્વી ના કપાળ પર ચુમી ભરી અને તેનું માથું મનસ્વી ના કપાળ પર ટેકવી થોડી ક્ષણો ઉભો રહ્યો , એ સમય એ મનસ્વી અને મોહિત બંને ની આંખો બંધ હતી.

અને મોહિત ચાલતો થઈ ગયો, ચાલતા ચાલતા મનસ્વી તરફ જોયું અને બોલ્યો ,” તારા ફોન ની હું રાહ જોઇશ.”

***

મનસ્વી નો ફોન પાછો રણક્યો, મનસ્વી એ આંખો ખોલી ,હાથ માં પકડેલ ફોન તરફ જોયું, સ્ક્રિન પર નામ લખ્યું હતું પાર્થ.

મનસ્વી એ ફોન ઉપાડ્યો ,સામે છેડે થી અવાજ આવ્યો ,” મનસ્વી ક્યાં છે તું કેટલા ફોન કર્યા કેમ નથી ઉપાડતી ?”

મનસ્વી , “સોરી હું સૂતી હતી , મારુ માથું દુઃખે છે પ્લીઝ પછી વાત કરીએ.,”

પાર્થ, “ના પછી નહીં , દરવાજો ખોલ તારા ઘર નો ”

મનસ્વી ઉભી થઇ ગઇ અને પૂછ્યું ,”કેમ?”

પાર્થ ,”અરે કંઈક મોકલાવ્યું છે , જોઈ લે .”

મનસ્વી દરવાજા તરફ આગળ વધતા બોલી ,”શું મોકલાવ્યું છે ,?”

પાર્થ , “લે પણ દરવાજો ખોલી ને જોઈ તો લે”

મનસ્વી એ ફોન ચાલુ રાખ્યો અને દરવાજો ખોલ્યો , સામે પાર્થ ઉભો .

મનસ્વી શોક માં , “પાર્થ તું અહીંયા ”

પાર્થ કાઈ બોલ્યા વગર સીધો મનસ્વી ની પાસે થી પસાર થઈ અંદર આવી ગયો.

મનસ્વી પાર્થ સામે જોઈ બોલી , “પાર્થ શું કરે છે તું આ”

પાર્થ ,”તારું જ ઘર છે મનસ્વી , અંદર આવતી રે અને દરવાજો બંધ કરી દે , એસી ની હવા બહાર જાય છે .

મનસ્વી અંદર આવી દરવાજો બંધ કર્યો , ત્યાં પાર્થ બોલ્યો ,”હું બધું છોડી જોબ કરવા પહોંચી , બે વર્ષ થયાં એ વાત ને હું એને ભૂલાવી નહતી શકતી , ત્યાં જ આજે હું પાર્થ ને મળી , પાર્થ માં મને મોહિત દેખાવા લાગ્યો , હું પાછી પેહલા જેવી નોર્મલ થવા લાગી , પાર્થ ને પસંદ કરવા લાગી . ”

મનસ્વી દોડી ને પાર્થ પાસે આવી , પાર્થ એક ડાયરી માંથી આ બધું વાંચતો હતો.

મનસ્વી એ એ ડાયરી પાર્થ ના હાથ માં થી ખેંચવા નો પ્રયાસ કર્યો , પણ નાકામ રહી .

પાર્થ ડાયરી મનસ્વી ને દેખાડતા બોલ્યો ,”તું મને પ્રેમ કરતી હતી તો કીધું કેમ નહીં ,?”

મનસ્વી કાંઈ ન બોલી , પાર્થ , “પ્લીઝ મનસ્વી મને કે ..’

મનસ્વી ,”કારણકે હું તને નહીં પણ મોહિત ને પ્રેમ કરતી હતી, તારી બધી આદતો , સ્ટાઇલ મોહિત જેવા છે , મને તારા માં મોહિત દેખાવા લાગ્યો હતો. પાર્થ નહીં તું મોહિત બની ગયો હતો મારી માટે. હું તારી જિંદગી બરબાદ કરવા નહતી માંગતી , ત્યાં જ મને ખબર પડી કે તું આરોહી ને પ્રેમ કરે છે. , બસ હું પાછળ હટી ગઈ.”

પાર્થ ,”મનસ્વી તારી આ ડાયરી મને ત્યાં કેન્ટીન માં મળી શાયદ તારા બેગ માંથી પડી ગઈ હશે. મેં એ વાંચી , આમાં તારા જોબ અને આ શહેર માં થયેલ બધી ઘટના ઓ તે લખી છે, પણ મોહિત કોણ છે એ હું હજુ સુધી નથી જાણી શક્યો ,
હું તને પ્રેમ નથી કરતો પણ આપણે મિત્રો તો છીએ જ ને એ હક થી જો તારે મને કહેવું હોય તો તું કહી શકે છે ,”

“હા આ ડાયરી માં મોહિત વિશે બધું નથી કારણકે એ હતો ત્યારે મને ડાયરી લખવા ની કાંઈ જરૂર જ નહતી પડી, એના ગયા બાદ મેં આ ડાયરી નો સહારો લીધો.”મનસ્વી પાર્થ ના હાથ માંથી ડાયરી લેતા બોલી.

પાર્થ ,”ક્યાં ગયો એ ?”

***

મોહિત બાઇક લઈ અને કોલેજ ની બહાર નીકળ્યો, મનસ્વી ત્યાં ને ત્યાં જ કંઈક વિચારો માં ખોવાયેલ ઉભી હતી , મોહિત ને જતા જોઈ એ દોડી , મોહિત ધીમી ગતિ એ કોલેજ ના ગેટ ની બહાર નીકળી ગયો, ત્યાં જ મનસ્વી કોલેજ ના ગેટ સુધી દોડતા પહોંચી અને ત્યાં પહોંચી જોર થી નામ પુકારતા બોલી ,”મોહિત……”

આ સાંભળી મોહિત એ પાછળ મનસ્વી તરફ  જોયું,
મનસ્વી હસતી હતી અને ચાલતા થોડી આગળ આવતી હતી ,મોહિત પણ મનસ્વી ને જોઈ હસ્યો અને બાઇક નો ટર્ન મારવા ગયો ત્યાં જ “પાછળ થી સ્પીડ માં આવતા ટેમ્પો સાથે અથડાયો…, અથડામણ આટલી જોરદાર હતી કે મોહિત બાઇક માંથી ઉડી ને રસ્તા પર પટકાયો.

મનસ્વી ની હસી ગાયબ થઈ ગઈ , આજુ બાજુ ના લોકો બધા દોડતા મોહિત પાસે પહોંચ્યા , પણ મનસ્વી શોક માં ત્યાં ને ત્યાં ઉભી રહી , ન તો મોહિત પાસે દોડી , ના કાંઈ બોલી, કે ન આંખ માંથી આંશુ ટપકયું.

મનસ્વી ને મોહિત તરફ દોડતા કોઈ માણસ નો ધક્કો લાગ્યો એ થોડી ભાન માં આવી, ચાલતા ચાલતા એ મોહિત પાસે પહોંચી , મોહિત ને આ હાલત માં જોઈ મનસ્વી ની આંખો માં થોડા પાણી આવ્યા, એ ત્યાં જ મોહિત પાસે પટકાઈ ને બેસી ગઈ. મોહિત નો લોહી વાળો હાથ પોતા ના હાથ માં લીધો , અને બોલી ,”હું અનહદ પ્રેમ કરું છું તેને , અનહદ.”

પણ મોહિત ની આંખો બંધ થઈ ગઈ હતી.

લેખક – મેઘા ગોકાણી

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks