251 રૂપિયામાં સ્માર્ટ ફોનના સપના બતાાવનાર મોહિતની પોલીસે શું હાલત કરી જુઓ

251 રૂપિયામાં મળશે સ્માર્ટફોન એવું કહીને ભારત માતાના કરોડો લોકોને મૂર્ખ બનાવી દીધા, હવે જુઓ પોલીસે શું હાલત કરી

સીમકાર્ડના ભાવમાં સ્માર્ટફોન એટલે કે’ફ્રીડમ 251′ ફોન બનાવનાર મોહિત ઘોયલની ગ્રેટર નોયડાથી ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2017માં 251 રૂપિયામાં સ્માર્ટફોન આપવાનો દાવો કરી દેશના લાખો લોકોથી 45 લાખ રૂપિયાની ધોખાધડીમાં તેમની ભૂમિકા હતી. ગોયલે પહેલા રિગિંગ બેલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામથી એક કંપની બનાવી હતી અને 251 રૂપિયાના પ્રાઇસ ટેગ પર એક સ્માર્ટફોનની પેશકશ કરી હતી. આ ફોનને ‘ફ્રીડમ 251’ કહેવામાં આવી રહ્યો હતો.

આ સ્માર્ટફોન તે અધિકાંશ કસ્ટમર્સ સુધી નહિ પહોંચી જેણે બુક કર્યો હતો કે ખરીદ્યો હતો. આ મામલામાં ગોયલની વર્ષ 2017માં ધોખાધડીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2018માં તેમને કથિત રીતે જબરદસ્તી વસૂલી મામલે પોલિસે ધરપકડ કરી હતી. આ વખતે ગોયલને કથિત રીતે ડ્રાયફ્રૂટના કારોબારમાં ધોખાધડીના આરોપમાં ગિરફતાર કરવામાં આવ્યા છે. આ ગિરોહનો મુખ્ય સરગના મોહિત ઘોયલ છે.

જેણે દેશના અલગ અલગ ક્ષેત્રોમાં રહેનાર વેપારીઓ પાસેથી સૂકો મેવો, ચોખા, મસાલા વગેરે ખરીદ્યા અને ચૂકવણી માટે ચેક આપ્યો જે બાઉન્સ થઇ ગયો. અપુર પોલિસ ઉપાયુક્ત રણવિજય સિંહે જણાવ્યુ કે, આ ઘોટાળો 200 કરોડ રૂપિયાથી વધારેનો છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રીપોર્ટ અનુસાર ઇંદિરાપુરમના વિકાસ મિત્તલે મોહિલ ગોયલ અને અન્ય પાંચ વિરૂદ્ધ 41 લાખ રૂપિયાની ધોખાધડીનો આરોપ લગાવતા FIR દાખલ કરાવી છે. તેમણે વિકાસ મિત્તલથી 41 લાખ રૂપિયા ઠગ્યા છે અને જયારે પીડિતે તેમની સાથે વાત કરી તો તેમને ધમકાવ્યા.

ગોયલ દુબઇમાં ડ્રાયફ્રૂટ્સ અને સ્પાઇસેસ હબ નામની કંપની ચલાવે છે જેની નોએડામાં સેક્ટર 62માં સ્થિત કોમેપ્લેક્ષમાં ઓફિસ છે. પોલિસનું કહેવુ છે કે તેમને ગોયલ વિરૂદ્ધ 40 લેખિત ફરિયાદ મળી છે, જેમાં પંજાબ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને અન્ય રાજયોના વેપારીઓ સાથે ફર્જીવાડાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલિસે જણાવ્યુ કે, મોહિત ગોયલ વિરૂદ્ધ દેશભરમાં 35 અલગ અલગ ધોખાધડી અને અન્ય અપરાધ મામલે કેસ દાખલ છે.

Shah Jina