ખુશખબરી : કપૂર ખાનદાનમાં ગુંજી કિલકારીઓ, પોસ્ટ શેર કરતા બેબી ગર્લનું નામ પણ જણાવ્યું….

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરના પિતરાઈ ભાઈ મોહિત મારવાહ અને તેની પત્ની અંતરા મોતીવાલા બાળકીના માતા-પિતા બન્યા છે. ઓગસ્ટ 2021માં અંતરાની બેબી શાવરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે 9 મહિનાની રાહ જોયા બાદ આ સ્ટાર કપલ માતા-પિતા બની ગયા છે અને સોનમ કપૂરની માતા સુનીતા કપૂરે સોશિયલ મીડિયા દ્વારા આ ખુશખબર જાહેર કરી છે.

ત્રણ વર્ષના લગ્નજીવન બાદ હવે બંને એક બાળકીના માતા-પિતા બની ગયા છે. સોનમ કપૂરની માતા સુનીતા કપૂરે કપૂર પરિવારમાં નવા સભ્યનું સ્વાગત કરવાના ‘ગુડ ન્યૂઝ’ની જાહેરાત કરી હતી. તેમણે એક તસવીર શેર કરી છે જેમાં લખ્યું છે કે મોહિત મારવાહ અને અંતરા મોતીવાલાને 20 ઓક્ટોબર 2021ના રોજ  બાળકીનો જન્મ થયો હતો. આ બાળકની પોસ્ટ શેર કરતા તેમણે લખ્યું હતું કે, ખૂબ અભિનંદન.

કપલે ગયા મહિને તેમની પુત્રીનું સ્વાગત કર્યું હતું. હવે બાળકીને 1 મહિનો પૂરો થવા પર આ ખુશખબર ચાહકો સાથે શેર કરી છે. અંતરાએ ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે લાડલીની ક્યૂટ તસવીર શેર કરી છે. આ પોસ્ટ શેર કરીને કપલે તેમના લાડોનું નામ પણ જાહેર કર્યું છે. દંપતીએ તેમની પુત્રીનું નામ ‘થિયા’ રાખ્યું છે.

મોહિતના પરિવારના ઘણા સભ્યોએ પોસ્ટ પર તેમનો પ્રેમ વરસાવ્યો હતો. તેની પિતરાઈ બહેનો સોનમ કપૂર, રિયા કપૂર, શનાયા કપૂર અને ખુશી કપૂરે કોમેન્ટ કરી અને હાર્ટ ઈમોજી પોસ્ટ કરી હતી જ્યારે અંશુલા કપૂરે લખ્યું, “બેસ્ટસ્ટેટ.”

મોહિત મારવાહ અને અંતરા મોતીવાલાના લગ્ન 20 ફેબ્રુઆરી 2018ના રોજ થયા હતા. યુએઈની ‘‘Waldorf Astoria Ras al-Khaimah’’ હોટલમાં ત્રણ દિવસની લાંબી ઉજવણી દરમ્યાન દંપતીએ તેમના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં ફેરા લીધા હતા. જ્યારે મોહિત મારવાહ બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરનો ભત્રીજો છે અને અંતરા મોતીવાલા બિઝનેસ ટાયકૂન અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણીની ભત્રીજી છે.

અગાઉ, 18 ઓગસ્ટ 2021ના રોજ અંતરા મોતીવાલાના પરિવારે બેબી શાવર સેરેમનીનું આયોજન કર્યું હતું. આ સેલિબ્રેશનમાં રિયા કપૂર, સોનમ કપૂર આહુજા, અર્જુન કપૂર, અંશુલા કપૂર, શનાયા કપૂર, ખુશી કપૂર અને મહિપ કપૂરે હાજરી આપી હતી.

Patel Meet