મનોરંજન

‘ये रिश्ता क्या कहलाता है’ ની રાજકુમારી અભિનેત્રી મંત્રીની વહુ બની, જુઓ બધી જ તસ્વીરો

ટીવીની અભિનેત્રી મોહીના કુમારી સોમવારે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. મધ્ય પ્રદેશના રીવા રાજપરિવારની રાજકુમારી મોહીના કુમારીએ આ સોમવારે ઉતરાખંડના કેબિનેટ મંત્રી અને આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના નાના દીકરા સુયશ સાથે લગ્ન કરી લીધા છે.

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની એક્ટ્રેસ મોહીનાના લગ્નની ખુશીમાં તેના આખા ગામને દુલહનની જેમ શાહી અંદાજમાં સજાવવામાં આવ્યું હતું. મોહીના રિવાના મહારાજ પુષ્પરાજ સિંહ જુદેવની દીકરી છે. આ લગ્નને ભવ્ય બનાવવામાં બંને પરિવારે કોઈ કસર નહતી છોડી.

 

View this post on Instagram

 

A post shared by mohsinkhan (@mohsinkhan8634) on

મોહિનાના લગ્ન ઉત્તરાખંડ ના હરિદ્વારમાં થયા છે. બંને પરિવારના સંબંધીઓ લગ્નમાં પહોંચ્યા હતા. સાથે જ વિદેશોથી પણ મહેમાન આવ્યા હતા. ત્યાં જ મહિલા સંગીતમાં બંને પક્ષમાંથી ગણ્યા ગાંઠ્યા મહેમાનોને બોલવામાં આવ્યા હતા.

એક્ટિંગ પહેલા મોહિના રિયાલિટી શો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં’ નજર આવી હતી. શો માં મોહીના ટેરેન્સ લુઈસની ટીમમાં હતી. એ બાદ મોહીના ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં કીર્તિ સિંઘાનિયાના રોલમાં નજર આવી હતી. આ સિવાય મોહીના ‘એબીસીડી- એની બડી કેન ડાન્સ’ ફિલ્મમાં પણ નજર આવી હતી.

મોહીના ઘણી રોયલ લાઈફ જીવે છે. તેને પોતાના લગ્નમાં સભ્યસાચીના ડિઝાઇન કરેલ કપડાં પહેર્યા હતા. એમના કપડામાં રાજપુતી ટચ આપવામાં આવ્યો હતો. તેને એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે  ‘હું મારા દાદી અને મા ના લગ્નની તસ્વીરો જોઈ અને મોટી થઇ છું. હું મારા લગ્નમાં જ નહીં પરંતુ બીજા કોઈ પણ ફંક્શનમાં રોયલ આઉટફિટ્સ જ પહેરીશ.’

આ વર્ષે 8 ફેબ્રુઆરીના તેની સગાઇ થઇ હતી. હવે લગ્ન બાદ મોહીના તેના એક્ટિંગ કરીઅરને અલવિદા કહી દેશે. મોહિનાએ કહ્યું હતું કે, ‘ લગ્ન બાદ હું  મુંબઈ અને અભિનય બંને છોડી દેશે. મારુ જીવન 180 ડિગ્રી બદલવા જઈ રહ્યું છે. હું ખુશ છું અને નર્વસ પણ. ટીવી છોડવાનો નિર્ણય મારા મિત્રોને સાચો ન લાગ્યો પણ હું હંમેશા મારા દિલનું જ સાંભળું છું.’