ફિલ્મી દુનિયા

છેલ્લા 6 દિવસથી કોરોના સામે ઝઝૂમી રહી છે ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ની એક્ટ્રેસ, ઘરવાળા કેવી રીતે થઇ ગયા હતા કોરોનાથી સંક્રમિત

પોપ્યુલર ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’માં કામ કરી ચુકેલી ઍક્ટ્રેસ મોહીના સિંહ અને તેના પરિવારના 7 સભ્યો આ સમયે કોરોનાથી ઝઝૂમી રહ્યો છે. બધાને ઋષિકેશની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા મોહિનાએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે હોસ્પિટલમાં 6 દિવસ થયા છેપરંતુ તે હજી પણ માનસિક રીતે કોરોના સાથે લડી રહી છે. મોહિનાએ એક વીડિયો દ્વારા પોતાનું દર્દ વ્યક્ત કરતા જ રડી પડી હતી. વીડિયોમાં મોહિના કહે છે,ઋષિકેશની હોસ્પિટલમાં આ અમારો છઠો દિવસ છે, પરંતુ હજી પણ કોરોના હજી પોઝિટિવથી નેગેટિવ નથી આવ્યો. અત્યારે અમે રાહ જોઈ રહ્યા છીએ જ્યારે અમારું રિઝલ્ટ નેગેટિવ આવે. હું સુયશજીના મમ્મી અને પપ્પા અને ભત્રીજા વિશે ચિંતિત છું.

Image source

મોહિનાએ વધુમાં કહ્યું, જ્યારે તમે કોરોના પોઝિટિવ હોવ તો શારીરિક એટલા હેરાન નથી થતા જેટલા માનસિક હેરાન થાવ છો. જ્યારે તમને ખબર પડે કે તમારી અંદર વાયરસ છે ત્યારે તમને ખૂબ ખરાબ લાગે છે. આપૅ આ કોરોના વાયરસ વિષે જેટલું પણ સાંભળ્યું હોય, જોયુંહોય બેહદ ડરી ચુક્યા છે અને મેન્ટલી તેના પર અસર કરી રહ્યા છે.

Image source

મોહિનાએ જણાવ્યું હતું કે, કોરોનાએ અમારા પરિવારમાં પગ પેસારો કરી દીધો છે. મોંહિનાના જણાવ્યા પ્રમાણે સૌથી પહેલાં મારી સાસુને તાવ આવ્યો, અમે બધા ખૂબ ચિંતિત થઈ ગયા. બીજા દિવસે મને શરીરનો દુખાવો અને થાક લાગતા તેનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું હતું.અમને બધાં લાગ્યું કે, આ મોસમને કારણે બદલાવ આવ્યો છે.

Image source

પરંતુ બીજી તરફ મારી સાસુનો તાવ વધતો જ જતો હતો. ત્યારબાદ અમે તેનો રિપોર્ટ કરાવ્યો હતો. જેમ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ બાદ આખા પરિવારની તપાસ કરવામાં આવે તો ઘણા લોકો પોઝિટિવ મળ્યા હતા. જયારે અમારો ટેસ્ટ થયો ત્યારે અમે બધા ક્વોરેન્ટાઇનમાં ચાલ્યા ગયા હતા. અમારા બધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અમને એઈલ્મ્સ હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા.

Image source

મોહીનાએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈ આછા-પાતળા લક્ષણ જોવા મળે તો જરૂર ટેસ્ટ કરાવો. ઘરમાં પરહીને બીજાને પણ સંક્રમિત કરીએ છીએ એન આ કરતા કોરોનની ચેઇન તોડવામાં મદદ કરો.
મોહીનાએ કહ્યું હતું કે, કોરોનાં કારણે મને 7-8 દિવસ સુધી કોઈ સુગંધ અને જમવાનો ટેસ્ટ આવ્યો ના હતો. આ બાદ મેં એક દિવસ મેગી બનાવીને ખાધી તો મને થોડો ટેસ્ટ આવ્યો હતો.

Image source

જણાવી દઈએ કે, મોહિના કુમારી ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી સતપાલ મહારાજની પુત્રવધૂ છે. મોહીના કુમારીએ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’, ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ સીઝન 3’ ઉપરાંત ઘણા ટીવી પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. મોહીના કુમારીએ ઓક્ટોબર 2019 માં તેના લગ્ન થયા બાદથી તેણે અભિનયની દુનિયાથી અંતર રાખ્યું છે.

Image source

મોહિનાએ ઓક્ટોબર 2019માં સતપાલ મહારાજના નાના પુત્ર સુયેશ રાવત સાથે લગ્ન કર્યા હતા. લગ્નની બધી વિધિ ઉત્તરાખંડના હરિદ્વારમાં થઈ હતી. પીએમ મોદીએ મોહિનાના લગ્નના રિસેપ્શનમાં પણ ભાગ લીધો હતો.

Image source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.