“યે રિશ્તા કયા કહેલાતા હે”ની આ જાણિતી અભિનેત્રીના ઘરે આવ્યો નાનકડો મહેમાન, જાણો છોકરો આવ્યો કે છોકરી ?

એપ્રિલ મહિનો સેલેબ્સ માટે ઘણો સારો રહ્યો છે. આ મહિનામાં ઘણી ખુશખબરીઓ સામે આવી છે. મહિનાની શરૂઆતમાં જ્યાં ભારતી સિંહ-હર્ષ લિમ્બાચીયા બેબી બોય અને દેબીના બેનર્જી-ગુરમીત ચૌધરી બેબી ગર્લના પેરેન્ટ્સ બન્યા. ત્યાં, રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના સમાચારે ખુશીમાં વધારો કર્યો. હવે વધુ એક સારા સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર છે કે, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ અભિનેત્રી મોહના કુમારી સિંહના ઘરે આખરે કિલકારી ગુંજી ઉઠી છે. રીપોર્ટ્સ અનુસાર અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો છે.

મોહના કુમારીએ થોડા મહિના પહેલા સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે પ્રેગ્નેંસીના સારા સમાચાર શેર કર્યા હતા. આ પછી રીવાની રાજકુમારી મોહેના કુમારી સિંહે તેની પ્રેગ્નેંસી સફર વિશેની દરેક નાની માહિતી સોશિયલ મીડિયા દ્વારા શેર કરી. હવે લાંબી રાહ જોયા બાદ તેના ઘરના આંગણામાં કિલકારીઓ ગુંજી ઉઠી છે. જે બાદ અભિનેત્રીના ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. જો કે, હજી સુધી અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને આ માહિતી આપી નથી.

ટેલી ચક્કરના એક રિપોર્ટ દ્વારા આ માહિતી મળી છે. રિપોર્ટ અનુસાર, અભિનેત્રીએ એક પ્રિય પુત્રને જન્મ આપ્યો છે. જો કે હજુ સુધી આ અંગે વધુ માહિતી સામે આવી નથી. મોહના કુમારી સિંહે 8 ફેબ્રુઆરી 2019ના રોજ ગોવામાં સુયશ રાવત સાથે ગુપ્ત સગાઈ કરી હતી. મોહેનાની રોકા સેરેમની તેના હોમ ટાઉન રીવામાં થઈ હતી. ઓક્ટોબર 2020માં, મોહેનાના લગ્ન થયા અને તે આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજની વહુ બની. મોહેનાના લગ્ન સતપાલ મહારાજના નાના પુત્ર સુયશ રાવત સાથે થયા છે. પીએમ મોદી પણ મોહેનાના રિસેપ્શનમાં પહોંચ્યા હતા.

જણાવી દઈએ કે મોહિના કુમારી સિંહ રીવા રજવાડાના રાજા પુષ્પરાજ સિંહની પુત્રી છે. અભિનેત્રી હોવા ઉપરાંત મોહેના સિંહ એક ટ્રેન્ડ ડાન્સર પણ છે. તેણે વર્ષ 2012 માં ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ સીઝન 3થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. મોહેનાએ આ શો માટે ઘણા કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને ઓડિશન આપ્યું હતું. મોહના સિંહે કુબૂલ હૈ, દિલ દોસ્તી ડાન્સ, પ્યાર તુને ક્યા કિયા, ગુમરાહ, ઝલક દિખલા જા, સિલસિલા પ્યાર કા, ફિયર ફાઇલ્સ, નયા અકબર બિરબલ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને કિચન ચેમ્પિયન જેવા શોમાં કામ કર્યું છે.

Shah Jina