ફિલ્મી દુનિયા

કોરોના પોઝિટિવ આવ્યા બાદ TV અભિનેત્રી મોહીના કુમારીએ ખોલ્યું રહસ્ય, જાણો

TV ની ઘરે ઘરે ફેમસ થયેલી અભિનેત્રી મોહિના કુમારીના પરિવાર પર ધડાધડ કોવિડ 19 પોઝિટિવ થયા છે. અભિનેત્રી સહિત પરિવારના 5 લોકોને પોઝિટીવ આવ્યો છે. એક ખબર અનુસાર આ દિવસોમાં અભિનેત્રી મોહિકા પોતાના ઘરે ઉત્તરાખંડના ઋષિકેષમાં છે. આ બધાને ગઈ કાલે એટલે કે 31 મેના રોજ દવાખાનામાં ભરતી કરવામાં આવ્યા છે. મોહીના કુમારીએ ઘરમાં સોશિયલ ડિસ્ટેંસીન્ગ રાખવાની સાથે-સાથે માસ્ક, અને સૅનેટાઇઝરનું પૂરું ધ્યાન રાખ્યું હતું। આમ છતાં પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ સાંભળીને મોહિના કુમારીના ચાહકો દુઃખી થઇ ગયા છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની મોહિના કુમારીના સસરા અને ઉત્તરાખંડના મિનિસ્ટર સતપાલ સિંહ મહારાજનો કોવિડ 19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળેલી માહિતી પ્રમાણે, સતપાલ સિંહ અને તેમના પત્ની અમૃતા રાવતનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ બંનેને ક્વોરન્ટીન કર્યા બાદ પરિવારના બાકીના સભ્યો અને સ્ટાફનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તો મોહિના કુમારી સહિત પરિવારના ઘણા સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

હાલમાં મોહિના કુમારી અને તેણીનો આખો પરિવાર હોસ્પિટલમાં એડમિટ છે. હાલમાં જ મોહિના કુમારીએ એક પોર્ટલ સ્પોટબોય સાથે વાતચીત કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે, તેના ઘરના 22 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on

કોરોના પોઝિટિવ આવ્યા બાદ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં એક્ટ્રેસે ફેન્સને પ્રેમ અને પ્રાર્થના માટે ધન્યવાદ કહ્યું છે.મોહીના કુમારીએ લખ્યું હતું કે, હું સુઈ નથી શકતી.ઘરના બધા માટે આ દિવસો મુશ્કેલ છે. હું પ્રાર્થના કરું છું કેમ બધા જલ્દીઠીક થઇ જાય.

 

View this post on Instagram

 

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on

અમારી પાસે કોઈ અધિકાર નથી જે અમે કોઈ પણ વસ્તુને લઈને ફરિયાદ કરીએ. બહાર ઘણા લોકોને અમારાથી વધુ તકલીફનો સામનો કરવો પડે છે. હું તમારા બધાના મેસેજ, પ્રેમ અને પ્રાર્થના માટે ધન્યવાદ કરું છું. તે અમારો જુસ્સો વધારે છે. હું તમારા બધાનો દિલથી આભાર માનું છું.

 

View this post on Instagram

 

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on

મોહેનાએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં તેની સાસુ અમૃતા રાવતને તાવ આવતો હતો. જોકે, તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેથી પરિવારના દરેક સભ્યને શાંતિ થઇ હતી. રિપોર્ટ નેગેટિવ આવતા તેમણે પરિવારના અન્ય કોઈ સભ્યનો રિપોર્ટ કરાવ્યો નહોતો.

જોકે, પછી તેમને ખ્યાલ આવ્યો કે સાસુમાને તાવ ઉતરતો નહોતો. થોડાં દિવસ બાદ ફરીવાર રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. ત્યારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને પછી ઘરના બધાનો લોકોનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. કોઈ પણ જાતના લક્ષણ વગર તમામનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં બધાની તબિયત સારી છે. વધુમાં મોહેનાએ માહિતી આપી હતી કે, ‘અમારા તમામ સભ્યો સુરક્ષિત છે. અમે લકી છીએ કે અમારી પાસે તમામ સુવિધા છે. આથી અમે એક પણ બાબતને લઈ ફરિયાદ કરતા નથી. કારણ કે એવા પણ લોકો છે, જે કોવિડનો ભોગ બનેલા હોય પણ તેમને વ્યવસ્થિત રીતે સારવાર મળતી નથી અને તેમને બેડ પણ મળતા નથી.

મોહીના કુમારીએ બહેતરીન ઇમ્યુનીટી અને ખુદને તંદુરસ્ત રાખવા માટે મોહીના કુમારી યોગા પણ કરે છે. આ વાતની જાણકારી તેને સોશિયલ મીડિયાની એક પોસ્ટ દ્વારા આપી છે. તો આખરે એવી તે કંઇ ભૂલ રહી ગઈ કે, મોહીના અને તેના પરિવારણના બાકી સદસ્યોની બીમારીથી જકડી લીધો હતો.

મને આશા છે કે અમે જલ્દીથી ઠીક થઈ જઈશું. જ્યાં સુધી રિપોર્ટ નેગેટિવ નહીં આવે ત્યાં સુધી તમામ સભ્યો હોસ્પિટલમાં જ રહેશે’ ઉલ્લેખનીય છે કે, રિવાની રાજકુમારી મોહિનાએ ગયા વર્ષે OCT મહિનામાં જ સતપાલ સિંહ મહારાજના દીકરા સુયશ રાવત સાથે લગ્ન કર્યા હતા.

ટીવીની અભિનેત્રી મોહીના કુમારી ઓક્ટોબર 2019માં લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી. મધ્ય પ્રદેશના રીવા રાજપરિવારની રાજકુમારી મોહીના કુમારીએ આ સોમવારે ઉતરાખંડના કેબિનેટ મંત્રી અને આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના નાના દીકરા સુયશ સાથે લગ્ન કરી લીધા હતા..

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની એક્ટ્રેસ મોહીનાના લગ્નની ખુશીમાં તેના આખા ગામને દુલહનની જેમ શાહી અંદાજમાં સજાવવામાં આવ્યું હતું. મોહીના રિવાના મહારાજ પુષ્પરાજ સિંહ જુદેવની દીકરી છે. આ લગ્નને ભવ્ય બનાવવામાં બંને પરિવારે કોઈ કસર નહતી છોડી.મોહિનાના લગ્ન ઉત્તરાખંડ ના હરિદ્વારમાં થયા છે. બંને પરિવારના સંબંધીઓ લગ્નમાં પહોંચ્યા હતા. સાથે જ વિદેશોથી પણ મહેમાન આવ્યા હતા. ત્યાં જ મહિલા સંગીતમાં બંને પક્ષમાંથી ગણ્યા ગાંઠ્યા મહેમાનોને બોલવામાં આવ્યા હતા.

એક્ટિંગ પહેલા મોહિના રિયાલિટી શો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં’ નજર આવી હતી. શો માં મોહીના ટેરેન્સ લુઈસની ટીમમાં હતી. એ બાદ મોહીના ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં કીર્તિ સિંઘાનિયાના રોલમાં નજર આવી હતી. આ સિવાય મોહીના ‘એબીસીડી- એની બડી કેન ડાન્સ’ ફિલ્મમાં પણ નજર આવી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.