ફિલ્મી દુનિયા

હાલમાં જ કોરોનાને હરાવનાર અભિનેત્રી પર તૂટ્યો દુઃખોનો પહાડ, નાનીમાનું થયું અવસાન

ટીવી એક્ટ્રેસ અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની સ્ટાર મોહિના કુમારી સિંહ આ દિવસોમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. અહેવાલ છે કે મોહિના કુમારીના નાનીનું નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી મોહિનાના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on

પહેલા મોહિના કુમારી અને તેને પુરા પરિવારનો કોરોના પોઝિટિવ આવ્યો હતો ત્યાર પછી 10 દિવસ સુધી સમગ્ર પરિવારની સારવાર હોસ્પિટલમાં કરવામાં આવી હતી, ત્યારબાદ તેમના સંપૂર્ણ પરિવારની હોમ આઇસોલેશન કરવામાં આવ્યા હતા. હવે મોહિના કુમારી અને તેનો આખો પરિવાર સ્વસ્થ થઈ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on

જ્યારે તે સારી થઈને પરત આવી ત્યારે મોહિના કુમારીના ભાઈ દિવ્યરાજ સિંહને કોરોનાની ઝપેટમાં આવી ગયો હતો. અને હવે મોહિના કુમારીના નાનીમાનું અવસાન થયું.

 

View this post on Instagram

 

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on

15 જુલાઈના રોજ મોડી રાતે મોહિના કુમારીએ જણાવ્યું હતું કે તેની નાનીનું નિધન થયું છે. જણાવી દઈએ કે મોહિના કુમારી તેની નાનીની ખૂબ નજીક હતી. અભિનેત્રીએ જાતે જ સોશિયલ મીડિયા દ્વારા તેમના મોતની માહિતી આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on

મોહિનાએ એક વીડિયો દ્વારા નાની સાથે વિતાવેલી કેટલીક પળો શેર કરી હતી. આ વીડિઓમાં મોહિના તેની નાની સાથે હસતી અને ખુશીની ક્ષણો વ્યક્ત કરતી જોવા મળી છે. વીડિયોમાં મોહિના કુમારીના લગ્નના ફૂટેજ પણ છે, જેમાં તેની નાની ડાન્સ કરતી અને વિદાય વખતે ભાવુક થતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on

વીડિયો શેર કરતી વખતે અભિનેત્રી મોહિના કુમારીએ સ્ટેટસમાં લખ્યું, ‘હું તમને ખૂબ યાદ કરીશ નાની. કશું પહેલા જેવું નહીં રહે. અમે તમને ખૂબ જ યાદ કરીશું.’ તેના ચાહકો તેની આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.