ભારતીય સંગીતકાર ખય્યામની 92 વર્ષની વયે નિધન થયું છે. ખય્યામ લાંબા સમયથી ફેફસામાં ઇન્ફેક્શનનાં પીડાતા હતા. ખય્યામનો મુંબઈની એક હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો. સોમવારે સાંજે ખય્યામની તબિયત લથડતા ડોકટરોની મહેનત નિષ્ફ્ળ ગઈ હતી. મશહૂર સંગીતકારનું નિધન થતા ફિલ્મ જગતમાં ઊંડા શોકની લાગણી છવાઈ ગઈ હતી. બોલીવુડના દિગ્ગ્જ કલાકારોએ ખય્યામના નિધનના પગલે શોક વ્યક્ત કર્યો હતો.
Khayyam saheb the great music director has passed away . He has given many all time great song but to make him immortal only one was enough “ voh subah kabhi to aayehi “
— Javed Akhtar (@Javedakhtarjadu) August 19, 2019
બોલીવુડની જાણીતા ગાયિકાએ લતા મંગેશકરે પણ ખય્યામના નિધન મામલે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. લતા મંગેશકરે ટ્વીટમાં લખ્યું હતું કે, બહુત નેક દિલ ઇન્સાન આજે આપણી વચ્ચે નથી રહ્યા. જેનું દુઃખ હું શબ્દમાં વ્યક્ત કરી શકું એમ નથી. ખય્યામ સસાહેબ સાથે સંગીતના એક યુગનો પણઅંત આવ્યો છે.
Mahan sangeetkar Aur bahut nek dil insan Khayyam sahab aaj humare bich nahi rahe. Ye sunkar mujhe itna dukh hua hai jo main bayaa’n nahi kar sakti.Khayyam sahab ke saath sangeet ke ek yug ka anth hua hai.Main unko vinamra shraddhanjali arpan karti hun. pic.twitter.com/8d1iAM2BPd
— Lata Mangeshkar (@mangeshkarlata) August 19, 2019
લુધિયાણાથી 17 વર્ષની ઉંમરમાં ખય્યામે તેની કરિયરની શરૂઆત 1947માં ફિલ્મ ‘ હીર રાંઝા’થી કરી હતી. આ ફિલ્મમાં તેને સંગીત આપ્યું હતું. ખય્યામને ફિલ્મ ના સારા સંગીત માટે નેશનલ એવોર્ડની સાથે-સાથે ફિલ્મફેર એવોર્ડની પણ નવાજવામાં આવ્યા હતા.
Khayyam sahab…a legend has passed away….his unparalleled legacy lives on….was blessed to have spent many days in his quiet company thanks to Gajendra Singh, Close-up Antakshari and Zee TV 🙏🏽🙏🏽🙏🏽
— Renuka Shahane (@renukash) August 20, 2019
ફિલ્મ ‘ શોલા અને શબનમ’એ તેને સંગીતકારના રૂપમાં પ્રસ્થાપિત્ત કર્યા હતા. ખય્યામની પત્ની જગજીત કૌર પણ સારી ગાયિકા છે. તેને પણ ખ્યાયમ સાથે ‘બાઝાર’, ‘શગુન’, ‘ ઉમરાવજાન’માં કામ કર્યું હતું.
Deeply saddened on hearing the news of #Khayyam sahab’s demise.
Him & Jagjit Kaurji were very close to Meenaji and were instrumental in restarting #Pakeezah
Meenaji wanted him to compose for her shayaris , which he did, so beautifully for I Write,I recite
Bts of the recording pic.twitter.com/1R2BePhBsA— Meena Kumari_fc (@FcMeena) August 19, 2019
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks