ભારતીય ટીમના સ્ટ્રાઇક બોલર મોહમ્મદ સિરાજની બોલિંગને લોકો ખુબ જ પસંદ કરે છે. હાલમાં તે અમદાવાદમાં યોજાઈ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટનો ભાગ છે. ત્યારે આજે અમે તમને મોહમ્મદ સિરાજના જીવન વિશેની કેટલીક એવી વાતો જણાવીશું જેમાં તેનો સંઘર્ષ છતો થતો જોવા મળશે.
મોહમ્મદ સિરાજે ઓસ્ટ્રેલિયા સામે થોડા સમયે પહેલા યોજાયેલ ટેસ્ટ શ્રેણીમાં ડેબ્યુ કર્યું હતું જેમાં તેની બોલિંગની ખુબ પ્રસંશાઓ થઇ રહી છે. સિરાજે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં 13 વિકેટ પોતાના નામે કરી હતી.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જ સિરાજના પિતાનું પણ નિધન થયું હતું. સિરાજના પિતા ઇચ્છતા હતા કે તે ભારતીય ટિમ માટે રમે. સિરાજે તેના પિતાના સપનાંને પૂર્ણ કર્યું હતું, ત્યારે બીજી ટેસ્ટ દરમિયાન રાષ્ટ્રગાન વખતે જ સિરાજની આંખોમાં આંસુઓ આવ્યા હતા. જેનો વીડિયો પણ ખુબ જ વાયરલ થયો હતો.
ઓસ્ટ્રેલિયા પ્રવાસેથી પરત ફર્યા બાદ સિરાજ તરત જ પોતાના પિતાની કબર પાસે ગયો હતો અને ત્યાં તેને ફાતિયાં પણ વાંચ્યા હતા. સિરાજનું પોતાના ગૃહ નગરમાં શાનદાર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
ઓસ્ટ્રેલિયા પ્રવાસેથી પરત ફરીને થોડા દિવસ બાદ જ સિરાજે પોતાના માટે શાનદાર ભૂરા રંગની BMW કાર ખરીદી હતી. આ સાથે તેને પોતાની સ્ટોરીની અંદર તસવીરો શેર કરી અને લખ્યું હતું કે “અલહમદુલીલ્લાહ” મતલબ કે “બધી જ પ્રસંશાઓ અલ્લાહના નામે છે.”
સિરાજ માટે એક સમય એવો પણ હતો જયારે તેની પાસે બસના ભાડાના પણ પૂરતા પૈસા નહોતા. તેના પિતા રીક્ષા ચલાવતા હતા. પરંતુ સિરાજની ક્રિકેટ પ્રત્યેની લગન અને મહેનત તેને ભારતીય ટીમની અંદર લઇ આવી અને આજે તે શાનદાર BMW કારનો પણ મલિક બની ગયો.