ખબર ખેલ જગત

ભારતીય ટીમના આ દિગ્ગ્જ ક્રિકેટરના પિતાનું થયું નિધન, આ કારણે પિતાના અંતિમ સંસ્કાર પણ ન થયા નસીબ

ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમની સાથે ચાર ટેસ્ટ મેચની તૈયારી કરી રહેલા ગેંદબાજ મોહમ્મદ સિરાજ માટે શુક્રવારનો દિવસ આઘાત જનક રહ્યો હતો. શુક્રવારના રોજ સિરાજના પિતા મોહમ્મદ ગાઉસનું નિધન થયું હતું. આ ખબર સિરાજને મળતા તેના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો.

Image Source

53 વર્ષના મોહમ્મદ ગાઉસ આગળના લાંબા સમયથી ફેફસાની બીમારીથી પીડાઈ રહ્યા હતા. સિરાજ જ્યારે માત્ર સાત વર્ષના હતા ત્યારે તેના મોટા ભાઈનું નિધન થયું હતું અને હવે પિતાનો આધાર પણ ઉઠી ગયો છે.

Image Source

સૌથી દુઃખની વાત એ પણ છે કે હાલ કોરોના મહામારી અને ક્વૉરૅન્ટિનના નિયમોને ધ્યાનમાં લેતા સિરાજ પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં શામિલ થઇ શક્યા ન હતા. એક ક્રિકેટરના રૂપે સિરાજની સફળતામાં પિતાની ખાસ ભૂમિકા રહી હતી. પિતાની આર્થિક સ્થિતિ કમજોર હોવા છતાં પણ તેણે પોતાના દીકરાનો સાથ આપ્યો અને તેના માટે પ્રેરણાત્મક રહ્યા હતા. સિરાજ માટે પિતાનો ચેહરો છેલ્લી વાર જોવો પણ નસીબ ન થઇ શક્યો.

Image Source

સિરાજની પિતા સાથે છેલ્લી વાર મુલાકાત ત્રણ મહિના પહેલા થઈ હતી જ્યારે તે ઇન્ડિયન પ્રીમિયર લીગના 13 માં સીઝન માટે બિહારથી યુએઈ આવ્યા હતા. 2020 ના સીઝનમાં કલકતાના વિરુદ્ધ ઐતિહાસિક પ્રદર્શન પછી સિરાજે જણાવ્યું હતું કે તે પોતાના પિતાની ખરાબ હાલતને લીધે ખુબ ચિંતિત રહે છે. સિરાજે કહ્યું કે,”જ્યારે હું તેની સાથે ફોન પર વાત કરતો હતો ત્યારે તે રડવા લાગતા હતા અને હું ફોન કાપી નાખતો હતો. હું ઘરે જઈને તેનું મનોબળ પણ વધારી શકતો ન હતો. આગળના મેચના પહેલા જ તેને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા”.

Image Source

પિતાના નિધન પર સિરાજે કહ્યું કે,”મારા પિતા હંમેશા કહેતા હતા કે, “મારા દીકરા, દેશનું નામ રોશન કરજે. અને હું એવું ચોક્કસ કરીશ. મેં ઓસ્ટ્રેલિયા જતા પહેલા છેલ્લી વાર પિતા સાથે વાત કરી હતી. મારા પિતાને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, તેની જાણકારી મને પણ હતી. તેમણે ઓટો રીક્ષા પણ ચલાવી જેથી હું મારું ક્રિકેટનું સપનું પૂર્ણ કરી શકુ. મેં મારા જીવનના સૌથી મોટા સમર્થનને ગુમાવી દીધા છે, તે મારા પિતાનું સપનું હતું કે હું દેશ માટે ક્રિકેટ રમું અને મને ખુશી છે કે મેં તેનો અનુભવ કર્યો અને તેના ચેહરા પર સ્મિત લાવી શક્યો”.