ભારત અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ દરમિયાન એક ચાહક ઘુસ્યો મેદાનમાં, બાઉન્સરોએ પકડી લીધો અને પછી મારતા મારતા બહાર લઇ જતા હતા ત્યારે જ શમીએ… જુઓ વીડિયો

મોહમ્મદ શમીએ જીત્યા ચાહકોના દિલ, બાઉન્સર મેદાનમાં ઘુસેલા પ્રેક્ષકને મારી રહ્યા હતા ત્યારે જ કર્યું એવું કામ કે… જુઓ વીડિયો

ભારત અને ઓસ્ટ્રલિયા વચ્ચે બીજી ટેસ્ટ દિલ્હીમાં રમાઈ રહી છે. પહેલી ટેસ્ટમાં ભારતે શાનદાર જીત મેળવી. ત્યારે બીજી ટેસ્ટમાં પહેલા જ દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમને ભારતીય બોલરોએ ઓલઆઉટ કરી નાખી. આ ઇનિંગનો હીરો હતો મોહમ્મદ શમી. જેણે 4 વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોની કમર તોડી નાખી.

શમી શાનદાર બોલિંગ કરવાની સાથે સાથે કંઈક એવું કરે છે જે લોકોનું દિલ જીતી લે છે. મેચ દરમિયાન એક પ્રશંસક સુરક્ષા તોડીને સીધો મેદાન પર પહોંચી ગયો હતો. ફેનના મેદાનમાં પહોંચતા જ ગાર્ડે દોડીને તેને પકડી લીધો.  મેદાનમાં ઘૂસેલા ચાહકને બહાર કાઢતી વખતે ગાર્ડે તેને માર માર્યો હતો. તે તેને ઘસેડીને બહાર ખેંચી રહ્યા હતા.

પરંતુ ત્યારપછી મોહમ્મદ શમી આવ્યો અને ગાર્ડને ચાહકને મારવાનું બંધ કરવા કહ્યું અને હળવાશથી તેને મેદાનની બહાર લઈ જવા કહ્યું. શમી પોતે તેને જોવા માટે ગેટ પર ગયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. શમીની આ સ્ટાઇલ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

આ મેચમાં મોહમ્મદ શમીનો ચાર્મ પણ જોવા મળ્યો હતો. તેણે ચાર કાંગારૂ બેટ્સમેનોને આઉટ કર્યા, જેમાં શમીએ બે શાનદાર ક્લીન બોલ્ડ ફટકાર્યા. શમીએ ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, નાથન લિયોન અને મેથ્યુ ખુનેમેનને આઉટ કર્યા હતા. મેચ દરમિયાન શમી શાનદાર લયમાં જોવા મળ્યો હતો. તેણે મેચ દરમિયાન કાંગારૂ બેટ્સમેનોને કાબૂમાં રાખ્યા હતા.

Niraj Patel