લે બોલો…મોહમ્મદ શમીની ખુબસુરત બેગમ હસીન જહાંને ફરી થયો પ્રેમ, શેર કર્યો વીડિયો

મોહમ્મદ શમીની બોલ્ડ બેગમ હસીન જહાંને થયો ફરી પ્રેમ, ઉછળી-ઉછળી કરી રહી છે પ્રેમનું એલાન

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેમની પત્ની હસીન જહાંના લગ્નજીવનમાં થયેલ વિવાદ તો બધાને યાદ જ હશે. શમીની પત્ની હસીન જહાં સોશિયલ મીડિયામાં ઘણી જ સક્રિય રહે છે, તે અવાર નવાર પોતાની તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે. હાલમાં જ હસીન જહાંએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ડાંસ કરતી જોવા મળી રહી છે.

ખાસ વાત તો એ છે કે તે જે ગીત પર ડાંસ કરી રહી છે તેણે બધાનું ધ્યાન ખેંચ્યુ છે. આ વીડિયોમાં જે ગીત ચાલી રહ્યુ છે તે છે “મેંને કિસી કો દિલ દે દીયા”. આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ જોઇ શમીને લઇને કમેન્ટ કરી રહ્યા છે.

હસીન જહાં ખુબ જ સુંદર અને સ્ટાઈલિશ છે. હસીન જહાં એક અભિનેત્રી સાથે મોડેલ અને ડાન્સર પણ રહી ચુકી છે. શમી અને હસીન વચ્ચેનો તણાવ તો જગ જાહેર બની ગયો છે. જેને લઈને હસીને ઘણીવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી છે.

મોહમ્મદ શમી સાથે વિવાદને કારણે હસીન ઘણા સમયથી તેની દીકરી સાથે અલગ રહે છે. આ બંને વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બંનેના હજી છૂટાછેડા થયા નથી. જણાવી દઇએ કે, શમીએ 6 જૂન 2014ના રોજ કોલકાતાની મોડલ હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. બંને 17 જુલાઇ 2015ના રોજ દીકરીના પેરેન્ટ્સ બન્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by hasin jahan (@hasinjahanofficial)

Shah Jina