ભારતીય ટીમના ઘાતક બોલર મોહમ્મદ શમીએ ખરીદી ચમચમાતી લાખો રૂપિયાની જેગુઆરની સ્પોર્ટ્સ કાર, ફીચર્સ જાણીને હોંશ ઉડી જશે, જુઓ તસવીરો

ગુજરાત ટાઇટન્સ અને ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના કાર કલેક્શનમાં ઉમેરાઈ આ લક્ઝુરિયસ કાર, જુઓ તસવીરો

બોલીવુડના કલાકારોની જેમ ક્રિકેટરોની લાઈફ સ્ટાઇલ પણ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે, તેમના પણ લાખો ફોલોઅર્સ હોય છે અને તેમના અંગત જીવન ઉપર પણ ચાહકોની નજર રહેતી હોય છે. ઘણા ક્રિકેટરો ખુબ જ વૈભવી લાઈફ પણ જીવતા હોય છે ત્યારે હાલમાં જ ભારતીય ટીમના ઘાતક બોલર મોહમ્મદ શમીએ એક શાનદાર લક્ઝુરિયસ કાર ખરીદી છે.

મોહમ્મદ શમીએ તાજેતરમાં જ નવી જગુઆર એફ-ટાઈપ લક્ઝરી સ્પોર્ટ્સ કાર ખરીદી છે. Jaguar F-Typeની એક્સ-શોરૂમ કિંમત 98.13 લાખ રૂપિયા છે. આટલું જ નહીં, ક્રિકેટરે તાજેતરમાં જ રોયલ એનફિલ્ડ કોન્ટિનેંટલ જીટી 650 સાથે એક તસવીર પોસ્ટ કરી હતી અને હવે નવી સ્પોર્ટ્સ કાર તેના ગેરેજમાં બાઇક સાથે જોડાશે.

ભારતીય ફાસ્ટ બોલર દ્વારા ખરીદેલી નવી કાર જગુઆર લેન્ડ રોવર (JLR)ની સૌથી ઝડપી કારમાંથી એક છે. આ સ્પોર્ટ્સ કારમાં 2.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન છે જે 295 bhp પાવર અને 400 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે જે વ્હીલ્સમાં પાવર ટ્રાન્સમિટ કરે છે.

મોહમ્મદ શમીએ જે જગુઆર એફ-ટાઈપ કાર ખરીદી છે, તે કારનું વધુ દમદાર વર્ઝન બજારમાં વેચાય છે. કારના બીજા વર્ઝનમાં સુપરચાર્જ્ડ 5.0-લિટર V8 એન્જિન મળે છે, જે 445 bhp પાવર અને 580 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ પણ ઉપલબ્ધ છે.

મોહમ્મદ શમી દ્વારા નવી જગુઆર એફ-ટાઈપ ખરીદવાના સમાચાર અમિત ગર્ગના એકાઉન્ટમાંથી લિંક્ડઈન પોસ્ટ દ્વારા શેર કરવામાં આવ્યા હતા. તેના લુકની વાત કરીએ તો શમીએ ખરીદેલી નવી કારમાં કેલ્ડેરા રેડ કલર છે. જો કે, યુલોંગ વ્હાઇટ મેટાલિક, નરવિક બ્લેક, ફુજી વ્હાઇટ, સેન્ટોરિની બ્લેક મેટાલિક, ઇન્ડસ સિલ્વર, લોયર બ્લુ મેટાલિક, અલ્ટ્રા બ્લુ મેટા, બ્રિટિશ રેસિંગ ગ્રીન મેટાલિક અને કોરિસ ગ્રે મેટાલિક જેવા ઘણા રંગ વિકલ્પો ઉપલબ્ધ છે.

મોહમ્મદ શમી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની જેમ કારના શોખીન તરીકે જાણીતા ન હોવા છતાં, ક્રિકેટર પાસે કેટલીક સારી કાર છે. તાજેતરમાં ખરીદેલ જગુઆર એફ-ટાઈપ ઉપરાંત, મોહમ્મદ શમી પાસે BMW 5 સિરીઝ અને ઓડી જેવી ઘણી લક્ઝરી કાર છે. આ સિવાય ક્રિકેટર પાસે ટોયોટા ફોર્ચ્યુનર એસયુવી પણ છે.

Niraj Patel