ખેલ જગત મનોરંજન

પ્રેમ માટે મોહમ્મદ કૈફે નહોતો જોયો ધર્મ, 4 વર્ષ સુધી એક હિન્દૂ છોકરી જોડે…જુઓ

ભારતના ક્રિકેટર મોહમ્મદ કૈફે ધર્મની દીવાલો તોડીને હિંદુ યુવતીને કર્યો પ્રેમ, જુઓ તસ્વીરો

આજકાલ લવ જેહાદનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ખાસ એવા ઘણા સેલેબ્રિટીઓ છે જેમને નાત જાતના બંધન વિના જ પ્રેમ કર્યો, તેમને ધર્મની પણ ચિંતા ના કરી અને એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. બોલીવુડથી લઈને ક્રિકેટ જગતમાં પણ એવા ઘણા લોકો છે જેમને ધર્મની વિરુદ્ધ જઈને પણ લગ્ન કર્યા છે. એવો જ એક ભારતીય ટીમના ક્રિકેટર છે મોહમ્મદ કૈફ. જેને પણ એક હિન્દૂ યુવતી સાથે 4 વર્ષ ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા.

Image Source

મોહમ્મદ કૈફે 1લી ડિસેમ્બરના રોજ પોતાનો 40મો જન્મ દિવસ મનાવ્યો છે. તેનો જન્મ 1980માં ઇલ્હાબાદમાં થયો હતો. તે પોતાની જબરદસ્ત ફિલ્ડિંગ માટે ઓળખાય છે. હાલમાં તે ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ કોમેન્ટેટરની ભૂમિકા નિભાવી રહ્યો છે.

Image Source

મોહમ્મદ કૈફના લગ્ન પણ ખુબ જ ચર્ચામાં રહ્યા હતા, પરંતુ તેને ચાર વર્ષ સુધી જે છોકરી સાથે ડેટ કર્યું તેને ખુબ જ ખાનગી રાખ્યું હતું. તેને 4 વર્ષ સુધી પૂજા યાદવ નામની એક છોકરીને ટેડ કરી અને ત્યારબાદ બંને લગ્નના બંધનમાં પણ બધાઈ ગયા.

Image Source

પૂજા વ્યવસાયે એક જર્નાલિસ્ટ છે. હાલમાં તે બંનેને કબીર નામનો એક દીકરો પણ છે. પૂજા અને મોહમ્મદ કૈફની મુલાકાત દિલ્હીની અંદર એક નજીકના મિત્ર દ્વારા થઇ હતી. ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં પરિણમી.

Image Source

પૂજા દેખાવમાં પણ ખુબ જ સુંદર છે. તે મોટાભાગે લાઇમ લાઇટથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. કૈફને પણ પૂજાની સુંદરતા જોઈને પહેલી નજરમાં જ પ્રેમ થઇ ગયો હતો, અને ચાર વર્ષના ડેટ પછી 25 માર્ચ 2011ના રોજ લગ્ન કરી લીધા હતા.

Image Source

કૈફ અને પૂજાના લગ્ન પણ ખુબ જ ઉતાવળમાં કરવામાં આવ્યા હતા. તેમના લગ્નમાં કેટલાક નજીકના મિત્રો અને સંબંધીઓ જ હાજર હતા.

પૂજાની સુંદરતા કોઈ અભિનેત્રી કરતા જરા પણ કમ નથી, તે કૈફ સાથે અવાર નવાર રોમાન્ટિક અંદાજમાં પણ જોવા મળે છે.

એક આંતરરાટ્રીય ક્રિકેટર સાથે લગ્ન થયા હોવા છતાં પણ પૂજા કેમરા અને લાઇમ લાઇટથી ખુબ જ દૂર રહે છે. તે ચર્ચામાં પણ ઘણી ઓછી ઉતરતી જોવા મળે છે.

2014માં જયારે મોહમ્મદ કૈફને કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાની ઓફર મળી ત્યારે પૂજા કૈફ માટે પ્રચાર કરતી પણ જોવા મળી હતી.

પૂજાની ઘણી તસવીરોઘણી વેબસાઈટ ઉપર જોવા મળે છે અને તેમાં તેની તસવીરો જોઈને પૂજાની સુંદરતાનો અંદાજો લગાવી શકાય છે.