બાપ રે…યુનિવર્સીટીમાં 60 વિદ્યાર્થીનીઓ નહાતો વીડિયો થયો વાયરલ ! 8 ને ખોટું લગતા જ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

આપણે ત્યાં કહેવાય છે કે વિદ્યા વિનયથી શોભે છે. પણ ક્યારેક શિક્ષણના ધામમાં જ વિદ્યાને લાંછન લગતી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં જ સમાચાર મળી રહ્યા છે કે પંજાબના મોહાલીમાં આજ પ્રકારની એક ઘટનાથી હડકંપ મચી ગયો છે. ત્યાં ચંદીગઢ યુનિવર્સિટીમાં શનિવારે મધરાતે હંગામો થયો હતો. જેમાં એક ઘટનાને પગલે એક સાથે 8 વિદ્યાર્થિનીઓને આત્મહત્યાનો પ્રયાસ કરતા અચાનક સરકારી તંત્ર પણ દોડતુ થઈ ગયું છે.

સંખ્યાબંધ વિદ્યાર્થિનીઓ રસ્તા પર ઉતરીને વી વોન્ટ જસ્ટિસના નારા લગાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ચંદીગઢ યુનિવર્સિટીમાં ભણતી એક વિદ્યાર્થિનીએ જ અન્ય 60 જેટલી વિદ્યાર્થિનીઓ શાવર લેતી હોવાનો વીડિયો વાયરલ કર્યો હતો. તેણે આ વીડિયો શિમલામાં રહેતા તેના મિત્રને મોકલ્યો હતો. તેમને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

જ્યારે આ વાત સામે આવી ત્યારે 8 વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. અત્યારે મોહાલીના કેમ્પસમાં વાતાવરણ તંગ છે. લગભગ બપોરે 2.30 આસપાસ ઘટનાની જાણ થતાં જ મોહાલી પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી.

અને ગુસ્સે ભરાયેલા સ્ટુડન્ટોએ પોલીસ પર પણ ગુસ્સો કર્યો હતો. ત્યાંના લોકોએ પોલીસનો વિરોધ કર્યો હતો અને તેમના વાહનોમાં તોડફોડ પણ કરી હતી. પોલીસે વીડિયો આગળ મોકલનાર વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધો છે. હાલ કેમ્પસમાં વાતાવરણ તંગ છે. સમગ્ર મામલામાં સૌથી મહત્વની વાત હવે સતત વિદ્યાર્થિનીઓનો વીડિયો બનાવવાનો મુદ્દો છે. એક વિદ્યાર્થિની ઘણા સમયથી આ વીડિયો બનાવી રહી હતી.

આ વીડિયો વાયરલ કરવાનો હેતુ શું હતો? આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. મળતા અહેવાલ પ્રમાણે સ્ટુડન્ટની ઘણા સમયથી બીજા વિદ્યાર્થિનીઓને ન્હાતી હોવાનો વીડિયો બનાવી રહી હતી અને આ બધા જ વીડિયો તે તેના શિમલામાં રહેતા એક યુવકને મોકલી રહી હતી. યુવકે આ વીડિયો ઈન્ટરનેટ પર અપલોડ કર્યો હતો. જ્યારે વિદ્યાર્થીનીઓએ સોશિયલ મીડિયા પર તેમનો આ વીડિયો જોયો તો તેઓ દંગ રહી ગયા.

જ્યારે તેની કલીગ છોકરીઓએ આરોપી વિદ્યાર્થીનીને વીડિયો બનાવીને યુવકને મોકલવા બાબતે પૂછ્યું તો તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. આરોપી વિદ્યાર્થીએ કહ્યું કે હા તેણે ન્હાતી વખતે છોકરીઓનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. નોંધનીય છે કે જ્યારે 8 છોકરીઓએ પોતાનો વાંધાજનક વીડિયો વાયરલ થયા બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે સ્ટુડન્ટોએ ચંદીગઢ યુનિવર્સિટીમાં હંગામો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ હાથમાં મોબાઈલ ટોર્ચ લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા.

YC