મોહબ્બતેમાં હંમેશા સાડીમાં દેખાતી સંસ્કારી અભિનેત્રી યાદ છે? જુઓ હાલની તસ્વીરો જોઈને ચોંકી જશો
ફિલ્મ ‘મોહબ્બતેન’માં જિમ્મી શેરગિલની અપોઝીટ નજરે આવી ચુકેલી એક્ટ્રેસ પ્રીતિ ઝાંગિયાની 40 વર્ષની છે.
18 ઓગસ્ટ, 1980 ના રોજ મુંબઇના સિંધી પરિવારમાં જન્મેલી પ્રીતિ અભિનેતા અબ્બાસ સાથે રાજશ્રી પ્રોડક્શનના મ્યુઝિક આલ્બમ ‘યે હૈ પ્રેમ’માં જોવા મળી હતી. તેના ગીતો ‘છુઈ મૂઈ સી તુમ લગી હો’ અને ‘કુડી જાંચ ગયા’ ઘણાં લોકપ્રિય હતાં.
આ પછી પ્રીતિઍ નિરમા સાબુ અને કેટલીક અન્ય જાહેરાતોમાં પણ જોવા મળી હતી. જો કે, ફિલ્મોમાં સફળતા ન થવાને કારણે તેન ઘર વસાવવાનો નિર્ણય કર્યો હતો.
View this post on Instagram
પ્રીતિએ 23 માર્ચ, 2008ના રોજ મોડેલ અને એક્ટર પ્રવીણ ડબાસ સાથે લગ્ન કર્યા. 11 એપ્રિલ 2011 ના રોજ પ્રીતિએ તેના પહેલા પુત્ર જયવીરને જન્મ આપ્યો. લગભગ પાંચ વર્ષ પછી 27 સપ્ટેમ્બર, 2016 ના રોજ પ્રીતિ ફરીથી માતા બની અને પુત્ર દેવને જન્મ આપ્યો.
પ્રીતિ હવે પરિવાર સાથે મુંબઈના બાંદ્રામાં રહે છે અને બાળકોને ઉછેરવામાં વ્યસ્ત છે. પ્રવીણ પહેલા પ્રીતિએ ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાના ભાઈ મુસ્તાક સાથે સગાઈ કરી હતી. જો કે, થોડા સમય પછી આ સગાઈ તૂટી ગઈ હતી અને બંને પક્ષોએ આ મામલે કોઈ ફરિયાદ કરી ન હતી.
View this post on Instagram
ફિલ્મ ‘આવારા પાગલ દીવાના’ માં સાથે કામ કરનાર આફતાબ શિવદાસાણી સાથે પ્રીતિના અફેરના સમાચાર પણ છે. જો કે બાદમાં તેણે આ અહેવાલોને અફવા ગણાવીને આફતાબ સાથેના અફેરની ખબરનો ઇન્કાર કરી દીધા હતા.
View this post on Instagram
પ્રિતિએ 1999 ની મલયાલમ ફિલ્મ ‘માઝાવિલ્લુ’ સાથે ફિલ્મ જગતમાં ડેબ્યુ કર્યું હતું. આમાં અભિનેતા કંચાકો બોવન તેની સાથે કામ કર્યું હતું. આ પછી તેણે તેલુગુ ફિલ્મ ‘થમ્મુદુ’ માં પણ કામ કર્યું.
View this post on Instagram
પ્રીતિએ 2000 માં આવેલી ફિલ્મ ‘મોહબ્બતે’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ બોક્સઓફિકર પર એક બ્લોકબસ્ટર સાબિત થઈ. ત્યારબાદ પ્રીતિએ 2002 માં ‘આવારા પાગલ દીવાના’ અને ‘વાહ તેરા ક્યા કહના’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે, ફિલ્મના અન્ય મોટા કલાકારોની સામે પ્રીતિની ભૂમિકાને વિશેષ ધ્યાન મળ્યું ન હતું.
View this post on Instagram
2005માં આવેલી ફિલ્મ ‘ચાહત: એક નશા’માં પ્રીતિએ ખૂબ જ બોલ્ડ અને ઈન્ટીમેટ સીન આપ્યા હતા. તેના વિરોધી અભિનેતા આર્યન વૈદ્યએ તેમાં કામ કર્યું હતું. ફિલ્મમાં પ્રીતિએ રશ્મિ જેટલીની ભૂમિકા ભજવી હતી. જોકે, બોલ્ડ સીન હોવા છતાં પણ ફિલ્મને વધારે સફળતા મળી નથી.
View this post on Instagram
પ્રીતિ ઝાંગિયાનીએ બાઝ, એલઓસી કારગિલ, આન, ઓમકારા જેવી કેટલીક વધુ ફિલ્મો કરી હતી, જોકે તેમાં તેણીને કોઈ મુખ્ય ભૂમિકા મળી નહોતી. પ્રીતિએ તેની કરિયરમાં વિવિધ ભાષાઓની 30 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમાં હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, પંજાબી, ઉર્દૂ અને બંગાળી ફિલ્મો શામેલ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.