ઇસ્કોન બ્રિજ પર થયેલા જગુઆર કાર અકસ્માત મામલે સામે આવ્યુ મોગલધામ કબરાઉ બાપુનું નિવેદન, બોલ્યા- આ રાક્ષસે નિર્દોષ લોકોના…

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 19 તારીખે મધરાતે પહેલા થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો અને આ અકસ્માત જોવા ઊભેલા ટોળા પર એક તેજ રફતાર આવી રહેલી જેગુઆર કાર ચઢી બેઠી. આ અકસ્માતમાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે, ત્યારે હવે આ મામલાને લઇ કબરાઉ મોગલધામના બાપુનો વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે મા બાપોએ તેમના સંતાનોને સંસ્કાર આપવા જરુરી છે જેથી આ પ્રકારે નિર્દોષના જીવ ના જાય.

આ રાક્ષસે નિર્દોષના જીવ લીધા
બાપુએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પણ કહ્યું છે કે સરકાર કડક કાયદો કરે અને કોઇની પાસેથી લાયસંસ ના મળે તો પાંચ દિવસ જેલમાં જાય અને તેને જામીન પણ ના મળે. આ ઉપરાંત તેમણે કહ્યું કે આ રાક્ષસે નિર્દોષના જીવ લીધા. આ મામલા અંગે બાપુએ નારાજગી વ્યક્ત કરી અને તેમણે તથ્ય અને પ્રજ્ઞેશ પટેલનો ઉલ્લેખ પણ કર્યો. જણાવી દઇએ કે, ઘટનાને લઈને પોલીસે તરત ઘટનાનું રિકન્સ્ટ્રક્શન સહિતની કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનાના પડઘા ના માત્ર અમદાવાદ પણ સમગ્ર રાજ્યના ખુણે ખુણે અને દેશમાં પણ પડ્યા છે. લોકો પણ ઘટનાના વીડિયો જોઇ આઘાતમાં સરી પડ્યા હતા.

જેગુઆરમાં એમપી લખેલી પ્લેટ હોવાની ચર્ચા
આ અકસ્માત એટલો ભયાનક હતો કે રસ્તા પર તો લોહીના ખાબોચિયા ભરાઇ ગયા હતા. ખરેખર આ દ્રશ્ય જેણે પણ જોયુ તેમનું હ્રદય કંપી ઉઠ્યુ. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માત મામલે ગુજરાત પોલીસ દ્વારા ખાસ તપાસ કમિટિની રચના કરવામાં આવી છે. તથ્ય જે કારમાં સવાર હતો તે જેગુઆરમાં એમપી લખેલી પ્લેટ હોવાની ચર્ચા ચાલી રહી હતી, જે પ્લેટ બાદમાં હટાવી દેવાઈ હોવાની પણ વાત વહેતી થઇ હતી. ત્યારે હવે આ ચર્ચા વહેતી થયા બાદ એ સવાલ ઊભો થયો કે શું એમપી લખેલી પ્લેટ લગાવી તથ્ય રૌફ જમાવતો હશે ? અને કયા સાંસદના નામે તે રૌફ જમાવતો હશે, જો એમપી લખેલી પ્લેટ કારમાં હતી તો તેને કોણે હટાવી ? શું આ પ્લેટ હટાવી તેની પોલીસને નહોતી ખબર ?

Shah Jina