કબરાઉના મોગલ ધામમાં એક ભક્ત 4 તોલાની સોનાની લક્કી અને 5100 રૂપિયા રોકડા લઈને માતાજીના ચરણોમાં ધરાવવા આવ્યો, મણિધર બાપુએ કહ્યું એવું કે… જુઓ વીડિયો

મણિધર બાપુનો વધુ એક વીડિયો આવ્યો સામે, ભક્તે માનતા પૂર્ણ થતા જ 4 તોલાની લક્કી અને 5100 રૂપિયા રોકડ ભેટ ધરી અને બાપુએ કર્યું એવું કે… જુઓ

કબરાઉમાં આવેલા મોગલધામનું એક આગવું મહત્વ છે. રોજ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ત્યાં દર્શન કરવા માટે જતા હોય છે અને માતાજીના દર્શન કરીને પાવન પણ બનતા હોય છે. સાથે જ ઘણા ભક્તો ત્યાં પોતાની મનોકામના પણ માંગતા હોય છે અને આ મનોકામના પૂર્ણ થવા પર રાખેલી માનતા અનુસાર માતાજીને ભેટ સોગાદ પણ અર્પણ કરવા આવતા હોય છે.

ત્યારે એ દરમિયાનના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે, જેમાં જોવા મળે છે કે ભક્તો માતાજીના ચરણોમાં હજારો લાખો રૂપિયાની ભેટ ચઢાવવા માટે આવે છે પરંતુ કબરાઉ મોગલ ધામની ગાડી પર બેઠેલા મણિધર બાપુ ભેટ લેવાની ના પાડી દે છે. તે પહેલા ભેટ સ્વીકારે છે અને પછી તેમાં એક રૂપિયો ઉમેરીને ભેટ આપનારની બહેન કે દીકરીને પરત આપી દેવાનું કહે છે.

હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પોતાની માનતા પૂર્ણ થવા પર અમદાવાદનો એક ભક્ત કબરાઉ ધામમાં 4 તોલાની સોનાની લક્કી અને 5100 રૂપિયા રોકડા લઈને માતાજીને અર્પણ કરવા માટે જાય છે અને લાઈનમાં ઉભા રહીને પોતાનો વારો આવતા તે મણિધર બાપુ સમક્ષ પોતાની ભેટ ખોલીને બતાવે છે. બાપુ પણ મજાકમાં પૂછી લે છે કે આ સાચી સોનાની જ છે ને ?

ત્યારે ભક્ત પણ હસતા હતા કહે છે કે હા ચાર તોલાની છે. બાપુ તેની વાત સાંભળીને ખુશ થઇ જાય છે અને પછી પોતાના હાથમાં લક્કી પહેરે છે અને કહે છે કે આ લક્કી આવી મારા હારું ભાઈ. પાછળથી કોઈ એમ પણ કહી રહ્યું છે કે પહેરો બાપુ. બાપુ પોતાના હાથ પર લક્કી પહેરીને ભેટ આપનારને બતાવતા કહે છે, “જો બેટા.. તારે દીકરી છે ?” ત્યારે તે વ્યક્તિ જવાબ આપે છે હા, બાપુ પૂછે છે કેટલી દીકરી છે ત્યારે તે વ્યક્તિ 1 દીકરી હોવાનું કહે છે.

જેના બાદ બાપુ એ દીકરીને બોલાવે છે અને કહે છે “આ ચાર તોલાની લક્કી છે ને એ મોગલે સવા અગિયાર તોલા સ્વીકારી લીધી છે અને લક્કી દીકરીને આપતા કહે છે કે મારે આ લક્કીની કોઈ જરૂર નથી.. જેના બાદ મોગલ માતાની જય બોલાવે છે અને 5100 રૂપિયા પણ દીકરીને આપી દેવાનું કહે છે. ત્યાં આ વીડિયો પૂર્ણ થાય છે.

Niraj Patel