આજથી શારદીય નવરાત્રીની શરૂઆત થઇ ચુકી છે. દેશભરમાં માતાનો જય-જયકાર થઇ રહ્યો છે. 17 ઓક્ટોબરથી શરૂ થયેલી નવરાત્રી 24 ઓક્ટોબરે પૂર્ણ થશે. આ દિવસોમાં ભક્ત કડક નિયમ રાખીને ઉપવાસ કરતા હોય છે. ઘણા લોકો ફરાળ રાખીને ઉપવાસ કરે છે તો ઘણા લોકો નિર્જળા વ્રત પણ રાખે છે. સામાન્ય લોકો માતાજીની પૂજા અર્ચના કરી, મંદિર જઈને નવરાત્રી મનાવે છે. ત્યારે હંમેશાથી લોકો એ જાણવાની ઈચ્છા રાખે છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવી રીતે નવરાત્રી મનાવે છે. કંઈ રીતે ઉપવાસ રાખે છે.

પીએમ મોદી છેલ્લા 42 વર્ષથી બંને નવરાત્રી(ચૈત્ર અને શારદીય નવરાત્રી) પર વ્રત રાખે છે. પીએમ મોદી ફક્ત પહેલા અને નોમના દિવસે જ ઉપવાસ નથી કરતા પરંતુ નવ દિવસ સુધી ઉપવાસ કરે છે. આ સાથે જ સખ્તથી નિયમનું પાલન પણ કરે છે. જેનું ઉદાહરણ 2014માં અમેરિકામાં જોવા મળ્યું હતું.

જયારે મોદી નવરાત્રીના સમયમાં અમેરિકા ગયા હતા. તે સમયના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વ્હાઇટ હાઉસમાં શાનદાર પાર્ટી રાખી હતી. તે સમયે પીએમ મોદીએ નિયમનું પાલન કરીને ફક્ત લીંબુ શરબત જ પીધું હતું. પીએમ મોદી નવરાત્રીમાં તેના ડાયટનું ખાસ ધ્યાન રાખે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન મોદી સાંજના સમયે લીંબુ પાણી સાથે ફક્ત ગણતરીના ફળ જ ખાઈ છે. પીએમ મોદી નવ દિવસના વ્રત હોવા છતાં પણ જરૂરી કામને નથી ટાળતા. પીએમ મોદીના દિવસની શરૂઆત યોગ,ધ્યાન અને પૂજાથી થાય છે. જેનાથી તેમને એનર્જી મળે છે. પીએમ મોદી સામાન્ય દિવસમાં સવારે 5 વાગ્યે જાગે છે પરંતુ નવરાત્રીના દિવસમાં 4 વાગ્યે જાગી જાય છે.

નવરાત્રીમાં ઉપવાસથી લઈને 2012માં પીએમ મોદીએ તેના બ્લોગમાં જણાવ્યું હતું કે, એક વાર ટીચર્સ ડે પર એક નાની બાળકીએ તેના નવરાત્રીના ઉપવાસને લઈને પૂછ્યું હતું. આ પર મોદીએ જણાવ્યું હતું કે, તે ઘણા વર્ષથી ઉપવાસ રાખે છે જે તેને તાકાત અને શક્તિ આપે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.