ખબર

લોકડાઉન ક્યાં સુધી રહેશે? 17 મે પછી શું થશે? કેજરીવાલે મિટિંગમાં આ માંગ કરી- જાણો વિગત

લોકડાઉનના ત્રીજા તબક્કાને પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પાંચમી વખત વીડિયો કોન્ફરન્સિંગ શરૂ કરી છે. આ બેઠક બપોરે 3 વાગે શરૂ થઈ છે. આ બેઠક બે તબક્કામાં થવાથી છે. બેઠકનો પહેલો તબક્કો 3થી 5.30 વાગ્યા સુધી ચાલશે અને બેઠકનો બીજો તબક્કો 6 વાગે શરૂ થશે અને કોઈ પરિણામ ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે.

Image Source

આ બેઠકમાં દરેક મુખ્યમંત્રીઓને તેમની વાત રજૂ કરવાનો મોકો મળશે. આ સંજોગોમાં મોદી મુખ્યમંત્રીઓ સાથે કોરોનાને ટક્કર આપવાની રણનીતિ, લોકડાઉનમાં છૂટછાટ આપવા અને આર્થિક ગતિવિધિને વેગ આપવા વિશે સુચન માંગશે. બીજી બાજુ કેન્દ્ર સરકારનું ફોકસ હવે ઈકોનોમીને ગતિ આપવા માટે રાજ્યોનું કામકાજ શરૂ કરાવવા પર રહેશે.

કેજરીવાલે કહ્યું છે કે, લોકડાઉને આર્થિક સ્થિતિ બગાડી દીધી છે. આ સંજોગોમાં દિલ્હીને ખોલવું જરૂરી. તેમનું કહેવું છે કે, આ સંજોગોમાં દિલ્હીમાં કેસ વધશે તો પણ અમે તેને ટક્કર આપવા તૈયાર છીએ.

Image source

સોમવારે મોદી 51 દિવસમાં પાંચમી વખત વીડયો કોન્ફરન્સ કરવાના છે. આ પહેલાં તેમની મુખ્યમંત્રીઓ સાથે ચાર વખત વીડિયો કોન્ફરન્સ થઈ ચૂકી છે. તેમણે 20 માર્ચ, 2,11 અને 27 એપ્રિલે પણ વીડિયો કોન્ફરન્સથી મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.