ખબર

કોરોના જેવી મહામારીમાં PM મોદી નીકળ્યા આગળ, આ મામલે નંબર 1 બન્યા

હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. કોરોના જેવી મહામારી વચ્ચે પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના નેતાઓને હરાવીને પ્રથમ સ્થાન પર પહોંચી ગયો છે.

Image Source

હાલમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા 68 ટકા હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતામાં 3 ટકાનો ઘટાડો થયો છે. યુએસ સ્થિત ગ્લોબલ ડેટા ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટે પોલિટિકલ ઇન્ટેલિજન્સ અનુસાર, 14 એપ્રિલે પીએમ મોદીનું રેટિંગ 68 ટકા હતું, જે વર્ષની શરૂઆતમાં 62 ટકા હતું.

Image Source

વડાપ્રધાન મોદીના રેટિંગના સુધારાનું મુખ્ય કારણ કોરોના વાયરસ સામે લડવાને લઇને તેમની તૈયારી છે. નરેન્દ્ર મોદી દ્વારા મહામારી સામે લડવા માટે 25 માર્ચે દેશમાં લોકડાઉન કરવાની ઘોષણા કરી હતી જે 14 એપ્રિલના રોજ 19 દિવસ માટે લંબાવવામાં આવી હતું. આ સમયે તેમણે રોગચાળા સાથે સંકળાયેલા વૈશ્વિક નેતાઓને એક કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાર્ક દેશોની મીટિંગ હોય કે જી -20 દેશોની બેઠક યોજવાની પહેલ પીએમ મોદી દ્વારા કરવામાં આવી છે.

આ બધા જ કારણોને નાગરિકોએ ધ્યાનમાં રાખતા મોદીની લોકપ્રિયતામાં વધારો થયો છે. કોરોના જેવું મહામારી સામે લડવા માટે દવાઓના નિકાસમાંથી પ્રતિબંધ દૂર કરવાની પહેલ કરી છે જે વિશ્વભરના દેશોએ સ્વીકાર્યું છે.

Image Source

તાજેતરના ગેલપ પોલ મુજબ, માર્ચના મધ્યમાં યુ.એસ.માં લોકડાઉનના સમયે ટ્રમ્પની લોકપ્રિયતા 49 ટકા હતી, જે હવે ઘટીને 43 ટકા થઈ ગઈ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.