જીવનશૈલી

મોદી બોલ્યા- સાબુ ન હતો, મીઠાની પરતથી ન્હાતો હતો અને કપડા ધોતો હતો મારો પરિવાર અને…

હેપ્પી બર્થ ડે PM મોદી: આજે 71 વર્ષના થયા PM મોદી, મોદીજીના બાળપણ વિશે જાણીને ચકિત થઇ જશો- જુઓ

ડિસ્કવરી ચેનલના ફેમસ શો ‘મૈન વર્સીઝ વાઈલ્ડ’ શો ના સ્પેશિયલ એપિસોડમાં બેયર ગ્રિલ્સની સાથે નરેન્દ્ર મોદીજી પણ જોવા મળ્યા છે. આ સમય દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓ ગ્રિલ્સને જણાવ્યા હતા.મોદીજીએ કહ્યું કે તેનું બાળપણ ખુબ જ ગરીબીમાં વીત્યું હતું, બાળપણમાં ન્હાવાં માટે સાબુ ન હતો તો તેનો પરિવાર મીઠાની પરતથી ન્હાતો હતો.

શો ના સ્પેશિયલ એપિસોડમાં બેયર ગ્રિલ્સ નક્કી કરેલા સમયના 15 મિનિટ પહેલા જ પહોંચી જતા હતા, જેના પછી મોદીજી જયારે આવે ત્યારે એક-બીજાનું સ્વાગત કર્યા પછી મોદીજી ગ્રિલ્સને પૂછે છે કે શું તે પહેલી વાર ભારત આવ્યા છે તો તેના પર બેયરે જવાબ આપ્યો કે તે પહેલી વાર ભારત નથી આવ્યા, એક લાંબા સમયના અંતર પછી તેનું ભારત આવવાનું થયું છે. તે 18 વર્ષની ઉંમરમાં એક વિદ્યાર્થી સ્વરૂપે ભારત આવ્યા હતા.

મોદીજીએ કહ્યું કે તે ખુબ જ ગરીબ પરિવારથી આવે છે અને તેનું બાળપણ ખુબ ગરીબીમાં વીત્યું હતું. જેને લીધે તેઓની પાસે ન્હવા કે કપડા ધોવાનો સાબુ લેવા માટે પણ પૈસા ન હતા. એવામાં તેઓ મીઠાના(સોલ્ટ,નિમક)ની પરતનો ઉપીયોગ ન્હાવા અને કપડા ધોવા માટે કરતા હતા.

 

View this post on Instagram

 

TBT Toasting the many veteran heroes at the US Valor Awards…

A post shared by Bear Grylls OBE (@beargrylls) on

જેના પર ગ્રિલ્સ પૂછે કે છે તેઓ કેવી રીતે મીઠાની પરતનો ઉપીયોગ ન્હાવા માટે કરતા હતા તો જવાબમાં મોદીજી કહે છે કે મીઠાની પરતને પાણીમાં ગરમ કરીને તેનો ઉપીયોગ ન્હાવા માટે કરતા હતા.

મોદીજી કહે છે કે,”મને બાળપણથી જ સાફ-સફાઈ ખુબ જ પસંદ છે. અને હું હંમેશા સ્વચ્છ કપડા પહેરીને જ શાળાએ જતો હતો. હું તાંબાના વાસણમાં ગરમ કોલસો નાખીને કપડાને ઈસ્ત્રી કરીને પહેરતો હતો”.