જાણવા જેવું

જો તમે આ રીતે કરશો લગ્ન તો સરકાર આપશે 2.5 લાખ રૂપિયાનો લાભ, જાણો આખી યોજના વિષે

મિત્રો આજકાલ પ્રેમલગ્નનું પ્રમાણ વધી ગયું છે. તેમાં પણ આંતરજ્ઞાતિય પ્રેમ લગ્ન વધ્યા છે. યુવાઓએ હજુ યુવાનીમાં ડગ માંડતા જ પ્રેમના ચક્કરમાં પડી જાય છે. પછી સમય જતા લગ્ન કરી લે. પરંતુ પ્રશ્ન ત્યારે થાય છે કે, પ્રેમલગ્નમાં ઘરવાળા માની જાય તો સારું. પરંતુ ના માને તો ઘણીવાર બહુજ મોટા પ્રશ્ન થયા હોય છે. ત્યારે આંતજ્ઞાતિય લગ્ન માટે એક યોજના બહાર પાડવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હર હંમેશ માટે લોકોના જીવનને સરળ બનાવવા માટે અને દેશના વિક્સ માટે એંક યોજના બહાર પડી છે. ત્યારે આપણા વડાપ્રધાન દ્વારા જ્ઞાતિના નામ પર ફેલાતા દુષણો એટલે કે આંતરજ્ઞાતિ લગ્નને પ્રોત્સાહન આપવા માટે એક યોજના બહાર પાડી છે.

Image Source

આ યોજનાનું નામ છે ડો. બાબાસાહેબ આંબેડકર સ્કિમ ફોર સોશિયલ ઈન્ટીગ્રેશન થ્રુ ઈન્ટરકાસ્ટ મેરેજ. એટલે કે કો સમાજનો વ્યક્તિ દલિત સાંજના વ્યક્તિ સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ આંતરજ્ઞાતિ લગ્ન કરે ત્યારે આ યુગલને સરકાર દ્વારા 2.5 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે.

ડો. બાબાસાહેબ આંબેડકર સ્કિમ ફોર સોશિયલ ઈન્ટીગ્રેશન થ્રુ ઈન્ટરકાસ્ટ મેરેજ યોજનાનો પ્રારંભ 2013માં કોંગ્રેસ ના નેતૃત્વ હેઠળ યુ.પી. સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો.  આ યોજના વડાપ્રધાનના પદ પર મનમોહનસિંહ હતા ત્યારે લોન્ચ કરવામાં આવી હતી. જે હજુ સુધી કાર્યરત છે.

Image Source

ડો. બાબાસાહેબ આંબેડકર સ્કિમ ફોર સોશિયલ ઈન્ટીગ્રેશન થ્રુ ઈન્ટરકાસ્ટ મેરેજનો લાભ લેવા માટે અમુક શરતો છે જેનું ચુસ્તપણે પાલન કરવાનું હોય છે. આ સ્કીમો મૂકી હેતુ નેટ-જાતના દુષણને અટકાવવાનો છે. જયારે કોઈ યુગલ લગ્ન કરે છે ત્યારે તેને ઘર વસાવા માટે આર્થિક રીતે ટેકો થાય તે મુખ્ય ધ્યેય છે.

આ યોજનાનો લાભ લેવા માટે નવપરિણીત યુગલે જ રહેતું હોય તે વિસ્તરના સંસદ અને ધારાસભ્યની ભલામણસાથે એક અરજી ડો.આંબેડકર ફાઉન્ડેશનમાં મોકલવાની રહેશે.

આ નવપરિણીત યુગલ આ અરજીને રાજ્ય સરકાર અથવા જિલ્લા કલેકટરની કચેરીએ પણ મોકલી શકે છે. અરજી પત્રકને ડો. આંબેડકર ફાઉન્ડેશનમાં મોકલી આપવામાં આવશે.

Image Source

ડો. બાબાસાહેબ આંબેડકર સ્કિમ ફોર સોશિયલ ઈન્ટીગ્રેશન થ્રુ ઈન્ટરકાસ્ટ મેરેજનો લાભ એવા નવપરિણિત દંપતિને મળશે જે કે એક વ્યક્તિ દલિત સમાજનું તથા બીજુ વ્યક્તિ અન્ય કોઈ સમાજનું  હોય.

નવદંપતી ના લગ્ન હિન્દુ વિવાહ અધિનિયમ – ૧૯૯૫ અનુસાર થયા હોવા જોઈએ.લગ્નની નોંધણી કરાવી એફિડેવિટ પણ ફરજીયાત કરાવવાનું રહેશે.

ડો. બાબાસાહેબ આંબેડકર સ્કિમ ફોર સોશિયલ ઈન્ટીગ્રેશન થ્રુ ઈન્ટરકાસ્ટ મેરેજનો લાભ મેળવવા માટે લગ્ન થયાના એક વર્ષના સમયગાળામાં ડો. બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશનમાં અરજી મોકલી આપવાની રહેશે.

Image Source

જો આ નવપરિણિત યુગલ ને સરકારની અન્ય કોઈ આર્થિક સ્કિમ નો લાભ મળી રહ્યો હશે તો આ યોજનાની ધનરાશિ માં ઘટાડો કરી દેવામાં આવશે. સાથે જ આવકનો દાખલો, બેન્કના ખાતાની પૂર્ણ વિગત પણ આપવાની રહેશે. આટલી વિગત પૂર્ણ કર્યા બાદ  જ અરજી સ્વીકારવામાં આવશે. અરજી સ્વીકાર્યા બાદ તુરંતજ નવયુગલના ખાતામાં 1.5 લાખ જમા કરી દેવામાં આવશે.  અને 12 લાખ રૂપિયા 3 વર્ષ માટે સંયુક્ત રીતે ફિક્સ ડીપોઝીટમાં મુકવામાં આવશે. ત્રણ વર્ષ બાદ બન્નેની સહમતીથી 1 લાખ રૂપિયા વ્યાજ સહીત આપવામાં આવશે.

ડો. બાબાસાહેબ આંબેડકર સ્કિમ ફોર સોશિયલ ઈન્ટીગ્રેશન થ્રુ ઈન્ટરકાસ્ટ મેરેજનો લાભ તે લોકોને જ મળશે જે લોકોએ પહેલી વાર જ લગ્ન કર્યા હોય. બીજી વાર લગ્ન કરેલા હોય તેને આ યોજનાનો લાભ નહીં મળે.

Image Source

જો નવયુગલ બીજી કોઈ સરકારની અન્ય યોજનાઓ લાભ લેતું હશે તો તેને ધનરાશિમાં ઘટાડો કરી દેવામાં આવશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks