ખબર

બધા ભારતીય સુધી પહોચાડવાની તૈયારી છે કોરોના વેક્સીનની, વડાપ્રધાને કરી દીધો ઈશારો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતની કોવીડ-19 વેક્સીન સંબંધિત રણનીતિની સમીક્ષા માટે બેઠક કરવામાં આવી હતી. જેમાં કોરોના વાયરસ માટેની રસી જરૂરિયાત મંદ સુધી પહોચાડવા માટે ટેકનીકલ પ્લેટફોર્મ અને જનસંખ્યા સમૂહને પ્રાથમિકતા દેવા જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.

Image Source

મોદીએ ટ્વિટ કર્યું છે કે મીટિંગમાં રસી વિકાસ, પ્રબંધક મંજૂરીઓ અને પ્રાપ્તિની પ્રગતિ સંબંધિત મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે.

આ સાથે જ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, બેઠકમાં રસીકરણ માટે જનસંખ્યા જૂથોની પ્રાથમિકતા, એચસીડબ્લ્યુ સુધી પહોંચવા, કોલ્ડ ચેઇન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વેક્સિન રોલ આઉટ માટે કયા ટેક્નિકલ પ્લેટફોર્મ્સની મદદ લઈ શકાય છે તેની ચર્ચા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલને શુક્રવારે સ્વદેશી રીતે વિકસિત સંભવિત વેક્સિન કોવેક્સિનનો ટ્રાયલ ડોઝ આપવામાં આવ્યો હતી. શુક્રવારે રાજ્યમાં ભારત બાયોટેકના કોવેક્સિનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ રાજ્યમાં શુક્રવારથી શરુ થશે.

Image source

જણાવી દઈએ કે, કોરોના મામલે વિશ્વમાં ભારતમાં બીજા ક્રમે છે. ભારતમાં કોરોનાના 90 લાખથી વધુ કેસ નોંધાય ચુક્યા છે. દેશમાં અત્યાર સુધી 8,475,897 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.