ખબર

રશિયાના પુતિન-અમેરિકાના ટ્રમ્પને પછાડી PM મોદી બન્યા દુનિયાના સૌથી તાકાતવર શખ્સ

પવડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત માટે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર એક સૌથી મોટી ખુશખબરી આવી છે. બ્રિટિશ હેરાલ્ડના એક પોળમાં રીડર્સએ પીએમ મોદીને વર્ષ 2019માં સૌથી તાકાતવર નેતા માન્યા છે. આ પોળમાં મોદીએ દુનિયાના અન્ય તાકાતવર નેતાઓ જેવા કે વ્હાદીમીર પુતિન, ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનીપિંગએ પાછળ રાખી આ ખિતાબ જીત્યો હતો.આ નોમોનેશન લિસ્ટમાં દુનિયાની 25થી વધુ હસ્તીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જજ કરવાવાળી પેનેલ એક્સપોર્ટને સૌથી તાકાતવર શખ્સ માટે 4 ઉમેદવારના નામ રાખ્યા હતા. આ પ્રક્રિયાનું મૂલ્યાંકન બધા આંકડા,વ્યાપક અધ્યયન અને રિસર્ચ ઉપર આધારીત હતો.

વોટિંગ માટે આમ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. બ્રિટિશ હેરાલ્ડના રીડર્સને વન ટાઈમ પાસવર્ડ(OTP)થી વોટિંગ કર્યું હતું.પરંતુ આ વોટિંગ દરમિયાન સાઈટ પર ક્રેશ થઇ ગઈ હતી. કારણકે લોકો તેના તાકાતવર નેતાને જીતાડવામાં લાગ્યા હતા.

શનિવારે વોટિંગ પૂર્ણ થયા બાદ મપીએમ મોદીને સૌથી વધારે 30.9 ટકા વોટ મળ્યા હતા. જયારે તેના પ્રતિસ્પર્ધીઓ વ્હાદીમીર પુતિન, ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનીપિંગએ આગળ હતા. આ પોળમાં મોદી બાસ બીજા ક્રમે સૌથી વધારે વોટ રુસના રાષ્ટ્રપતિ વ્હાદીમીર પુતિન જેને 29.9 ટકા વોટ મેળવ્યા હતા. ત્યારે 21.9 લોકોએ અમરેકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તાકાતવર શખ્સ માન્યા હતા. આ બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનીપિંગને 18.1 ટકા વોટ મળ્યા હતા.
તાકાત વાર નેતા બન્યા બાદ બ્રિટિશ હેરાલ્ડના જુલાઈના અંકમાં ફ્રન્ટ પેજ પર પીએમ મોદીનો ફોટો છાપવામાં આવશે. આ એડિશન 15 જુલાઈના રોજ પ્રકાશિત કરવામાં આવશે.

Image Source

બ્રિટિશ હેરાલ્ડની વેબસાઈટ પર છાપવામાં આવેલા આર્ટિકલ્સને જોવા જઈએ તો પીએમ મોદીને ભારતીયો તરફથી સૌથી વધુ એપ્રુવલ રેટિંગ્સ મળી છે. 2019ના લોકસભા ચૂંટણમાં આંતકવાદ વિરુદ્ધ કાર્યવાઈ,બાળકોટમાં આંતકી કેમ્પો પર એર સ્ટ્રાઇક બાદ ભારે સમર્થન થયું હતું. એના સિવાય આયુષ્માન ભારત,ઉજ્જ્વલા યોજના અને સ્વચ્છતા ભારત અભિયાનને પણ કાફી સફળતા મળી છે.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks