Fact Check ખબર

PM મોદીની આ 5 તસ્વીરો જેના વિશે ખોટું ફેલાવાવમાં આવી રહ્યું છે- વાંચો ચોંકાવનારું સત્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા પ્રથમ ભારતીય રાજકારણી છે, સોશિયલ મીડિયાને લઈને તેમની સ્ટ્રેટેજીએ તેમણે વર્ષ 2014ની ચૂંટણી જીતવામાં મદદ કરી છે.

તેમનું વ્યકિતત્વ અને તેમની સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સરની આર્મીએ પીએમ મોદીને ઈન્ટરનેટના ખૂણેખૂણે પહોંચાડયા છે. હાલમાં, તેઓ ફેસબુક પર વિશ્વના બીજા નંબરના સૌથી પ્રસિદ્ધ નેતા છે, યુટ્યુબ પર ત્રીજા સૌથી લોકપ્રિય નેતા છે અને ટ્વિટર પર બીજા ક્રમના મોસ્ટ ફોલોવડ ભારતીય છે.

પરંતુ, પાવરની સાથે જ એક મોટી જવાબદારી આવે છે, જે મોદીના સમર્થકોની આર્મી તેમના ચહેરા પર ફોટોશોપ કરતી વખતે ભૂલી જાય છે, અને કેટલીક વાર તેમના નામ સાથે ફેક સ્ટોરી પણ બનાવી દેતા હોય છે.

તો ચાલો આજે જોઈએ કે મોદીની એવી તસ્વીરો કે જે ફોટોશોપ કરવામાં આવી છે:

1. વિંડો અજાયબી

જ્યારે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો જેટલી મહત્વપૂર્ણ સરકારી એજન્સી બિનજરૂરી રીતે ફોટોશોપ કરેલી તસવીર શેર કરે છે, તો એ અત્યાર સુધીનો સૌથી ખરાબ ગુનેગાર બની રહેશે. પીઆઇબીએ 2015ના ચેન્નઇ પૂર દરમિયાન પીએમ મોદીનો આ ફોટો ટ્વિટ કર્યો હતો:

Image Source

આ મૂળ તસ્વીર હતી:

Image Source

આ કદાચ પીએમ મોદીની સાથે સંકળાયેલું સૌથી શરમજનક બ્લન્ડર હતું. તેને ફેસબુક પર #PhotoshopSarkar ટ્રેંડમાં લાવ્યું અને ચીનમાં હેડલાઈન્સ પણ બની ગઈ.

2. ફેક એસાંજે સમર્થન આપ્યું, વિકીએ નકારી કાઢ્યું

મોદીના ચાહકોએ, વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેની “સમર્થન” ની આ તસવીર શેર કરી, અને ભાજપ નેતાને “ઈમાનદાર” ગણાવી.

આ બનાવટી સમર્થનથી ભાજપ હાંસીને પાત્ર બન્યું અને પછી આવા મીમ્સ બન્યા:

Image Source

3. બૃમબાસ્ટિક ક્લીન સ્વીપ

ચૂંટણી નજીક આવતા જ નરેન્દ્ર મોદીની એક બીજી દુર્લભ તસ્વીર જેવા મળી, જે બ્લેક એન્ડ વ્હાઇટ તસ્વીર 1988માં આરએસએસની રેલી દરમિયાન ફ્લોર સાફ કરતા મોદીની તસ્વીર છે.

Image Source

લાગે છે ને ખૂબ જ વિનમ્ર, પણ પછી એક આરટીઆઈ તપાસમાં ખુલાસો થયો હતો કે “ઉપરોક્ત ફોટોગ્રાફ મોર્ફ્ડ છે અને ફોટોમાંની વ્યક્તિ શ્રી નરેન્દ્ર મોદી નથી.” આ વાસ્તવિક ફોટોગ્રાફ હતો:

Image Source

4. રાષ્ટ્રપતિની સ્પીચ થેરાપી?

“ઓબામા પણ નમોનું ભાષણ સાંભળે છે,” બીજી ફોટોશોપ કરેલી તસવીરનું કૅપ્શન વાંચો જેમાં યુએસ પ્રમુખ બરાક ઓબામાએ નરેન્દ્ર મોદીનું ભાષણ ટીવી પર જોયું હતું.

Image Source

આ તસ્વીર વાયરલ થઈ. પણ હકીકતે આ ફોટો ત્રણ વર્ષથી વધુ જૂનો હતો. અસલ તસવીરમાં, ઓબામા પદભ્રષ્ટ થયાના કેટલાક દિવસો પહેલા ઇજિપ્તની નેતા હોસ્ની મુબારકનું ભાષણ જોઈ રહ્યા હતા.

Image Source

5. NaMobama

નીચેના ફોટોમાં દર્શાવ્યા પ્રમાણે મોદીજીનો ફોટો ફોટોશોપ આવી રીતે એડિટ કરવામાં આવેલો છે.

Image Source