ખબર

સુશાંત સિંહને શ્રદ્ધાંજલિ આપતા PM મોદીજી પણ થયા દુઃખી દુઃખી, કહ્યું કે તેણે ઘણાને પ્રેરિત કર્યા છે યાદગાર

ટેલિવિઝન અને ફિલ્મ એક્ટર સુશાંત સિંહે 34 વર્ષની નાની ઉંમરે મુંબઈના તેના ઘરે આત્મહત્યા કરી લીધી છે. જુવાન કહેવાતા એક્ટરના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે.

PM એ જણાવ્યું કે, સુશાંત સિંહ રાજપૂત, બ્રાઇટ યંગ એક્ટર જલ્દી ચાલ્યો હતો. તેણે TV અને મુવીમાં નામ કમાયું. એન્ટરટેનમેન્ટ દુનિયામાં તે જે રીતે આગળ આવ્યો તેનાથી ઘણા લોકોને પ્રેરિત કર્યા છે અને તેણે ઘણા યાદગાર પરફોર્મન્સ આપ્યા છે. તેના મૃત્યુની આઘાતમાં છું. તેના પરિવાર અને ફેન્સને મારી સહાનુભૂતિ. ઓમ શાંતિ.

તમને જણાવી દઈએ કે આજે બપોરે સુશાંત સિંહે ફેન પર લટકીને આત્મહત્યા કરી છે. જો કે અત્યાર સુધીમાં પોલીસને કોઈ ચિઠ્ઠી મળી નથી. પોસ્ટમોર્ટમ માટે સુશાંતના પાર્થિવ દેહને લઇ જવાયો છે. અચાનક મૃત્યુના સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ધ્રુજી ઉઠી છે. 34 વર્ષીય સુશાંતે ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ સિરિયલથી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, સુશાંતને ખરી ઓળખ એકતા કપૂરની TV શો ‘પવિત્રા રિશ્તા’થી મળી હતી. સુશાંતે ફિલ્મ ‘કાઈ પો છે’થી બોલિવૂડમાં કરિયરની શરૂઆત કરી હતી.