મનોરંજન

PM નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લેવા બૉલીવુડ દિગ્જ્જોની થઇ પડાપડી, જુઓ વીડિયોમાં કોણે PM મોદીના પેટ ભરીને વખાણ કર્યા

મહાત્મા ગાંધીજીની 150મા જયંતી વર્ષને લઈને વડાપ્રધાને બૉલીવુડ સિનેમાની દિગ્ગજ હસ્તીઓ સાથે મિટિંગ કરી હતી. એક્ટર આમિર ખાન, શાહરુખ ખાન સહિત બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓએ આ ઈવેન્ટમાં હાજરી આપી હતી

અને ગાંધીજી સાથે જોડાયેલા કાર્યક્રમ અંગે પોતાના વિચાર પણ વ્યક્ત કર્યા હતાં. PM આવાસ લોક કલ્યાણ માર્ગ પર મોદીજીએ કહ્યું કે ગાંધીજીના વિચાર સાદગીના પર્યાય છે. મહાત્મા ગાંધીના વિચાર વ્યાપક છે.

તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી આમિર ખાન, શાહરુખ ખાન, એકતા કપૂર, રાજકુમાર હિરાની, આનંદ એલ રાય, કંગના રનૌટ, સોનમ કપૂર સાથે છન્નુ લાલ મિશ્રા પણ ઉપસ્થિત હતા.

સ્પેશિયલ વાત એ છે કે, આ મિટિંગમાં વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 7 લોકકલ્યાણ માર્ગ પર થઈ હતી. અહીં PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ગાંધીના વિચાર હંમેશા સાદગી ભર્યા છે. મહાત્મા ગાંધીજીના વિચારો વ્યાપક છે. આ દરમિયાન વડાપ્રધાને ગુજરાતના દાંડીમાં નિર્માણ પામી રહેલા ગાંધી મ્યૂઝિયમની મુલાકાત લેવાની પણ બધાને અપીલ કરી હતી.

કાર્યક્રમને સંબોધિત કરતા પ્રધાનમંત્રી PM મોદીજીએ કહ્યું હતું કે ગાંધીજી સાદગીના પર્યાય છે. તેમના વિચાર દૂર-દૂર સુધી ગુંજે છે. રચનાત્મકતાની શક્તિ અપાર છે.

મહાત્મા ગાંધીજીના આદર્શોને લોકપ્રિય બનાવવા માટે ફિલ્મો અને TV ની દુનિયાના ઘણા લોકો મહાન કામ કરી રહ્યા છે.

આ મિટિંગમાં આમિર ખાને પણ કહ્યું કે હું ગાંધી બાપુના આદર્શોને લોકપ્રિય બનાવવાની દિશામાં પ્રયત્ન માટે પ્રધાનમંત્રીજી ની પ્રશંસા કરવા માંગીશ. એક Creative માણસ તરીકે આપણે આ દિશામાં ઘણું કરી શકીશું. હું પ્રધાનમંત્રીને આશ્વસ્ત કરવા માંગીશ કે અમે આ દિશામાં વધારે પ્રયત્નો કરીશું.

પછી બૉલીવુડના દિગ્ગજ શાહરુખ ખાને કહ્યું કે,’મહાત્મા ગાંધીના વિચારોને લઈને અમને દરેકને એક મંચ પર લાવવા માટે હું PM નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. મારુ માનવું છે કે અમારે ગાંધીના વિચારોને ફરી એકવાર દુનિયા અને દેશને પરીચિત કરવા જોઈએ.’આ સિવાય PMO એ તેના ટ્વિટર એકાઉન્ટ પર બંને દિગ્ગજ અભિનેતાઓનો એક વિડીયો શેર કર્યો હતો જેમાં બંને અભિનેતાઓ પીએમ મોદીની પહેલની પ્રશંસા કરી રહ્યા હતા.

આ કાર્યક્રમમાં નાના પરદાની દિગ્ગજ હસ્તી જેમકે એક્તા કપૂર અને બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતે પણ વિડીયો દ્વારા પીએમ મોદીની પહેલની પ્રશંસા કરી હતી. જે તમે વિડીયોમાં જોઈ શકો છો,

વધુમાં બૉલીવુડ અભિનેત્રી કંગનાએ જણાવ્યું કે આવા પહેલા પીએમ છે, જેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આ પ્રકારનું મહત્વ આપ્યું છે.

Video 1:

Video 2:

Video 3:

Video 4