ખબર

મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં એક્શન મોડમાં જોવા મળ્યા પીએમ મોદી, કોરોનાને લઈને કહી દીધી સૌથી મોટી વાત

શાંત થયેલો કોરોના હવે ફરી પાછો ફૂંફાડા મારી રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા પણ આ બાબતે મોટા પગલાં લેવામાં આવી રહ્યા છે. આજે પ્રધાનમંત્રી મોદી દ્વારા મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વધતા કોરોનાને રોકવા માટે ચર્ચા કરવામાં આવી હતી. (Image Credit- BJP/twitter)

આજે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમ મોદી એક્શન મોડમાં જોવા મળ્યા હતા. તેમને મુખ્યમંત્રીઓને જણાવ્યું હતું કે, “આપણે કોરોનાની આ ઉભરી રહેલી “બીજી લહેર”ને તરત રોકવી પડશે. જેના માટે ઝડપી અને નિર્ણાયક પગલાં ભરવા પડશે.

કોરોનાના ફરી વધી રહેલા સંક્ર્મણના મામલાને ઓછા કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ બધા જ રાજ્યોના મુખ્યમંત્રીને પહેલાની જેમ ટેસ્ટિંગ વધારવા માટે જણાવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટને લઈને પણ આપણે એટલી જ ગંભીરતાની જરૂરિયાત છે જે આપણે છેલ્લા એકવર્ષથી કરતા આવ્યા છીએ. દરેક સંક્રમિત વ્યક્તિના સંપર્કને ઓછામાં ઓછા સમયમાં ટ્રેક કરવા અને આરટી-પીસીઆર ટેસ્ટ રેટ 70 ટકાની ઉપર રાખવો ખુબ જ મહત્વનો છે. આપણે નાના શહેરોના ટેસ્ટિંગને વધારવું પડશે. આપણે નાના શહેરોમાં “રેફરલ સિસ્ટમ” અને “એમ્બ્યુલન્સ નેટવર્ક” ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે.”

તો આ ઉપરાંત પીએમ મોદીએ વેક્સિનના થઇ રહેલા વેસ્ટેજ વિશે પણ રાજ્યના મુખ્યમંત્રીઓને સતર્કતા રાખવા માટે જણાવ્યું હતું.