ખબર

”ચંદ્રયાન-2” પર અભિનેત્રી અનુષ્કા શર્માએ કર્યું હતું ટ્વીટ, હવે PM મોદીજીએ આવી રીતે આપ્યો જવાબ

ભારતના ચંદ્રયાન-2 ને તે સમયે ધક્કો લાગ્યો હતો, જ્યારે લૈંડર વિક્રમથી ચંદ્રમાની સપાટીથી માત્ર બે કીલોમીટરના અંતર પર જ ઈસરોથી સંપર્ક તૂટી ગયો. આ ઘટનાથી દેશવાસીઓને ભારે દુઃખ થયું હતું.

Image Source

જ્યારે દરેક દેશવાસીઓએ ઇસરોના વૈજ્ઞાનિકોના વખાણ કરતા તેઓની અપેક્ષાઓ અને મનોબળને વધાર્યું હતું. સામાન્ય જનતાની સાથે સાથે બૉલીવુડ કલાકારોએ પણ ઇસરોને સપોર્ટ કર્યો છે.

Image Source

એવામાં અભિનેત્રી અનુષ્કા શર્માએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર વૈજ્ઞાનિકોના વખાણ કરતા ટ્વીટ કર્યું હતું, અનુષ્કાએ લખ્યું કે,”આ માત્ર એક આગળ વધવા માટેનું પગલું છે, ના કે પાછળ હટવાં માટેનું, અને એક દેશ હોવાને લીધે અમને અમારા વૈજ્ઞાનીકો અને તેના દ્રઢ નિશ્ચિય અને ઉપલબ્ધીઓ પર ગર્વ છે. તમે બધા પ્રેરણાદાયક છો”.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

એવામાં તાજેતરમાં જ અનુષ્કાની આ ટ્વીટ પર નરેન્દ્ર મોદીજીએ જવાબ આપ્યો છે. મોદીજીએ કહ્યું કે,”એકદમ સાચી વાત, અમને અમારા વૈજ્ઞાનિકો પર ખુબ જ ગર્વ છે. ઇસરોએ હજારો માઈન્ડને વિજ્ઞાન લેવાની પ્રેરણા આપી છે અને તે પોતાનામા જ એક મોટી વાત છે”. પીએમ મોદીની આવી ટ્વીટ પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

જણાવી દઈએ કે ચંદ્રયાન-2 મિશનનો કુલ ખર્ચ 978 કરોડ જણાવવામાં આવી રહ્યો છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના અધ્યક્ષ કે.સિવને સંપર્ક તૂટવાની ઘોષણા કરતા કહ્યું હતું કે ચંદ્રમાની સપાટીથી 2.1 કિલોમીટર પહેલા સુધી લૈંડરનું પ્રદર્શન યોજનાના અનુરુપ હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks