અમેરિકાના પ્રસિદ્ધ ‘પત્રિકા ટાઈમે’ દુનિયાના 100 પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી હતી. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સ્થાન મળ્યું છે.
View this post on Instagram
દુનિયાના 100 પ્રભાવશાળી લોકોમાં બોલીવુડના એકમાત્ર એક્ટર આયુષ્માન ખુરાનાને પણ સ્થાન મળ્યું છે. આ સાથે જ સીઇઓ સુંદર પિચાઈ, એચઆઇવી પર રિસર્ચ કરનારા રવિંદર ગુપ્તા અને શાહીન બાગ ધરણામાં સામેલ બિલ્કિસએ પણ સ્થાન મેળવ્યું છે.
ટાઇમ મેગેઝીને આ પહેલા પોતાના એક આર્ટિકલમાં પીએમ મોદીના વખાણ પણ કર્યા હતા. આ વર્ષે એકમાત્ર ભારતીય એક્ટર જે આ લિસ્ટમાં શામેલ થયો છે તે છે આયુષ્માન ખુરાના.
આયુષ્માને સોશિયલ મીડિયા પર આ ગૌરવને પ્રાપ્ત કરવા અંગેની જાણકારી આપી હતી. એક્ટરે લખ્યું કે, ટાઇમ મેગેઝિન દ્વારા જાહેર થયેલા વિશ્વના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ થઈને ગૌરવની અનુભૂતિ થઈ રહી છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, આયુષ્માન ખુરાના 2012માં ફિલ્મ વિક્કી ડૉનરથી પોતાની એક્ટિંગમાં કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદથી તે સતત હિટ ફિલ્મો આપી રહ્યો છે. 2019માં આયુષ્માની આર્ટિકલ 15, બાલા, ડ્રીમ ગર્લ. ત્રણેય ફિલ્મોના વખાણ થયા હતા.