સૌથી મોટી ખુશખબરી: ડીઝલમાં 10 રૂપિયા અને પેટ્રોલમાં અધધ ઘટાડો… જાણો ફટાફટ, ચૂકી ન જતાં

પેટ્રોલનો નવો ભાવ જાણીને અત્યારે જ લેવા દોડશો, જલ્દી વાંચો

મોદી સરકારે દિવાળી પર આપી મોટી ભેટ, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કર્યો તોતિંગ ઘટાડો

પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસને દિવાળી પહેલા થોડી રાહત મળી છે. દિવાળીની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે.

આવતીકાલ (ગુરુવાર)થી હવે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં રૂ. 5 અને 10નો ઘટાડો થશે. ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો પેટ્રોલ કરતા બમણો થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યોએ ગ્રાહકોને રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાનો આગ્રહ કર્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા ભારે વધારાની સામાન્ય જનતાના ખિસ્સા પર ભારે અસર પડી હતી. જો કે હવે મોદી સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટી ઘટાડ્યા બાદ થોડી રાહત થશે.

પેટાચૂંટણી ભાજપને હારનો સામનો કરવો પડ્યોતાજેતરમાં દેશની ત્રણ લોકસભા અને 14 રાજ્યોની 29 વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણીના પરિણામો પર પણ મોંઘવારીની અસર થઈ હતી. આ પેટાચૂંટણીમાં હિમાચલ પ્રદેશમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. મંડી લોકસભા તેમના હાથમાંથી સરકી ગઈ છે અને કોંગ્રેસ પાસે ગઈ છે. આ ઉપરાંત, અહીં તેમને ત્રણ વિધાનસભા બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો છે.

 

તમને જણાવી દઈએ કે સ્થાનિક ટેક્સના આધારે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ હોય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ અપડેટ થાય છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ ભાવની સમીક્ષા કર્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઇલ કંપનીઓ દરરોજ સવારે અલગ અલગ શહેરોની પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.

તમે પણ પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો

ઈન્ડિયન ઓઈલે પેટ્રોલ અને ડીઝલના દર જાણવાની સુવિધા આપી છે. તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો મેસેજ બોક્સમાં લખો – RSP 102072 (RSP <space> પેટ્રોલ પંપનો ડીલર કોડ) અને દિલ્હીની કિંમત જાણવા માટે તેને 9224992249 પર મોકલો. એ જ રીતે, મુંબઈ માટે RSP 108412, કોલકાતા માટે RSP 119941 અને ચેન્નાઈ માટે RSP 133593 લખો અને 9224992249 પર મોકલો. આમ કરવાથી તમે તમારા મોબાઇલ પર લેટેસ્ટ રેટ મેળવી શકશો.

YC