ખબર

PM નરેન્દ્ર મોદી ગંગા ઘાટ પર પગથિયું ભૂલી જતા લપસી પડ્યા અને પછી જે થયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી “નમામિ ગંગે” પ્રોજેક્ટની સમીક્ષા કરવા માટે શનિવારે ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ કાનપુરમાં ” નમામિ ગંગે પ્રોજેક્ટ” પર સમીક્ષા કર્યા બાદ ગંગા દર્શન કરવા માટે ગયા હતા. ગંગા દર્શનથી પરત ફરતી વેળાએ તેઓ સીડીનું પગથિયું ચુકી જતા લથડીયું ખાઈ ગયા હતા. જોકે મોદીના સિક્યુરિટી ગાર્ડે તેમને પકડી લીધા હતા અને ઉભા કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી કાનપુર ખાતે “નમામિ ગંગે પ્રોજેક્ટ”ની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા ત્યારે યુપી સીએમ યોગી આદિત્યનાથ અને અન્ય ભાજપ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. PM મોદીએ ગંગાને પવિત્ર અને નિર્મળ બનાવવા માટે મંથન કર્યું હતું. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કાનપુરમાં નેશનલ ગંગા કાઉન્સિલની પણ બેઠક મળી હતી. જેમાં યુપી સીએમ યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડ સીએમ તિવેન્દ્રસિંહ રાવત પણ સામેલ છે.

સદનસીબે આ દુર્ઘટનામાં પીએમને કોઈ ઈજાઓ પહોંચી નથી. પીએમની સાથે આ સમયે યૂપીના સીએમ યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડના સીએમ ત્રિવેંન્દ્ર સિંહ રાવત પણ હાજર હતા.