લોકડાઉન લંબાશે? મોદીએ મિટિંગમાં કહ્યું- લોકો ઘરે જવા માંગે છે, સંક્રમણ ગામડાઓ સુધી…જાણો વિગત

0

લોકડાઉનના ત્રીજા તબક્કાને પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પાંચમી વખત વીડિયો કોન્ફરન્સિંગ શરૂ કરી છે. આ બેઠક બપોરે 3 વાગે શરૂ થઈ છે. આ બેઠક બે તબક્કામાં થવાથી છે. બેઠકનો પહેલો તબક્કો 3થી 5.30 વાગ્યા સુધી ચાલશે અને બેઠકનો બીજો તબક્કો 6 વાગે શરૂ થશે અને કોઈ પરિણામ ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે.

Image Source

આ બેઠકમાં દરેક મુખ્યમંત્રીઓને તેમની વાત રજૂ કરવાનો મોકો મળશે. આ સંજોગોમાં મોદી મુખ્યમંત્રીઓ સાથે કોરોનાને ટક્કર આપવાની રણનીતિ, લોકડાઉનમાં છૂટછાટ આપવા અને આર્થિક ગતિવિધિને વેગ આપવા વિશે સુચન માંગશે. બીજી બાજુ કેન્દ્ર સરકારનું ફોકસ હવે ઈકોનોમીને ગતિ આપવા માટે રાજ્યોનું કામકાજ શરૂ કરાવવા પર રહેશે.

મિટિંગમાં PM મોદીએ કહ્યું, અમે લોકોને કહ્યું છે કે જ્યાં છો, ત્યાં જ રહો. તે લોકો પોતાના વતન જવા માંગે છે, જે માનવીય સ્વભાવ છે. તેના કારણે અમારે અમારા નિર્ણયો બદલવા પડ્યા છે. તેમ છતાં આપણે ધ્યાન રાખવું જોઈએ કે કોવિડ 19 ન ફેલાય અને ગામડાઓ સુધી ન પહોંચે. વડાપ્રધાને મુખ્યમંત્રીઓને કહ્યું છે કે, આ આપણાં માટે સૌથી મોટો પડકાર છે.

કેજરીવાલે કહ્યું છે કે, લોકડાઉને આર્થિક સ્થિતિ બગાડી દીધી છે. આ સંજોગોમાં દિલ્હીને ખોલવું જરૂરી. તેમનું કહેવું છે કે, આ સંજોગોમાં દિલ્હીમાં કેસ વધશે તો પણ અમે તેને ટક્કર આપવા તૈયાર છીએ.

Image source

આ મિટિંગમાં ઘણાં રાજ્યોએ રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં બનાવેલા નિયમો પર સવાલ ઉઠાવ્યા છે. જ્યારે ઘણાં રાજ્યોએ મજૂરોની વતન વાપસી સામે સવાલ ઉભા કર્યા છે. આ રાજ્યોનું કહેવું છે કે, મજૂરોની વતન વાપસીના કારણે કોવિડ 19 કેસમાં વધારો થયો છે. આ સંજોગોમાં જે વિસ્તારો ગ્રીન ઝોનમાં છે તે થોડા જ સમયમાં રેડ ઝોનમાં આવી જશે.

આ બાજુ જાણવા મળ્યું કે મીટિંગમાં બંગાળના મુખ્યમંત્રી mamta banerjee એ કેન્દ્ર સરકારના ટ્રેનો શરૂ કરવાના નિર્ણયને લઈને વિરોધ દર્શાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સરકારે 12 મેથી નવી દિલ્હીથી 15 ટ્રેનો અલગ અલગ રૂટ પર શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

AIMS ડાયરેક્ટર તો 3 દિવસ પહેલા જ કહી ચૂક્યા છે કે ભારતમાં કોરોનાનાં સૌથી વધુ કેસો જૂન-જુલાઈમાં આવશે. લોકડાઉનનો નિર્ણય નિષ્ણાતની સલાહ લીધા પછી જ લેવામાં આવશે. આરોગ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે પીએમ મોદી દેશના 135 કરોડ લોકોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે. લોકડાઉન વધશે કે નહીં તે અંગે તમારું શું માનવું છે? નીચે લખીને જણાવો

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.