ખબર

હિલ સ્ટેશન પર ફરવાના શોખીનોનો રાફડો ફાટ્યો તો PM મોદીએ શું કહ્યું? જલ્દી વાંચો…

દેશભરમાં હવે કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઓછો થતો જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકો પણ હવે ચિંતા મુક્ત બની અને ફરવા માટે નીકળી ગયા છે, આ દરમિયાન હજુ તો ત્રીજી લહેરની પણ વૈજ્ઞાનિકો આશંકા જતાવી ચુક્યા છે ત્યારે લોકો પણ ત્રીજી લહેરની ચિંતા કર્યા વગર જ પ્રવાસન સ્થળો ઉપર ભીડ લગાવી રહ્યા છે, હવે આ બાબતે પ્રધાનમંત્રી મોદીએ પણ ચિંતા વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રી મોદીએ મંગળવારના રોજ આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી હતી. જેમાં પૂર્વોત્તર કોવિડ-19ની સ્થિતિ અંગે ચર્ચા કરી. આ દરમિયાન પીએમ મોદીએ કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈને લોકોને ચેતવણી આપી અને કહ્યું કે હિલ સ્ટેશન ઉપર માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ના કરતા મોટી ભીડ ભેગી થવી ચિંતાજનક છે.

પીએમ મોદીએ જણાવ્યું કે, “એ સાચું છે કે કોરોનાના કારણે ટુરિઝમ, વ્યાપાર-કારોબાર બહુ જ પ્રભાવિત થયા છે. પરંતુ આજે હું ભાર પૂર્વક કહી રહ્યો છું કે હિલ સ્ટેશનમાં અને બજારમાં માસ્ક વગર ભારે ભીડ ભેગી થવી ચિંતા જનક વિષય છે. આ યોગ્ય નથી.”

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે “કેટલાક લોકો જાહેરમાં કહે છે કે ત્રીજી લહેર આવતાં પહેલાં એન્જોય કરવા માગે છે. લોકોએ સમજવું પડશે કે ત્રીજી લહેર એની જાતે નહિ આવે. સવાલ થવો જોઈએ કે એને કઈ રીતે રોકી શકાય? પ્રોટોકોલનું કઈ રીતે પાલન કરવાનું છે? કોરોના એની જાતે આવતો નથી, કોઈ જઈને લઈ આવે તો જ આવે છે. આપણે સાવધાની રાખીશું તો જ એને રોકી શકીશું.”