ખબર

PM મોદીએ કહ્યું: કોરોના અદ્રશ્ય હોઈ શકે છે પણ આપણા ડોક્ટર્સ…

દેશભરમાં કોરોના વાયરસનો ખતરો છે ત્યારે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અવાર નવાર દેશને સંબોધન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સોમવારના રોજ પ્રધાનમંત્રી ધ્વરા કર્ણાટકના રાજીવ ગાંધી યુનિવર્સીટી ઓફ હેલ્થ સાઇન્સના સિલ્વર જ્યુબિલી કાર્યક્રમનું વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદ્દઘાટન કર્યું હતું.

Image Source

આ દરમિયાન તેમને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે: “કોરોના વાયરસ દેખાઈ શકતો નથી, પરંતુ આપણા પોલીસકર્મીઓ, અને મેડિકલ ટિમ એટલે કે આપણા કોરોના વોરિયર્સ દેખાય છે. તે અડીગ છે. આ લડાઈ ના દેખાનારા દુશ્મન અને મજબુતીથી લડી રહેલા યોદ્ધાઓ સાથે છે. જેની અંદર આપણા મેડિકલ વર્કર્સની જીત થવી નિશ્ચિત છે. હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે કોરોનાની લડાઈમાં લાગેલા ફ્રન્ટલાઈનના કાર્યકર્તાઓ સાથે અભદ્ર વર્તાવ અને હિંસા ક્યારેય સહન કરવામાં નહીં આવે.”

Image Source

સાથે જ મોદીએ એમ પણ જણાવ્યું કે :ભારત દુનિયાની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ આયુષ્માન ભારત ચલાવી રહ્યું છે. બે વર્ષથી પણ ઓછા સમયમાં એક કરોડ લોકોને તેનો ફાયદો મળ્યો છે. આ યોજનાથી સૌથી વધુ ફાયદો મહિલાઓને અને ગ્રામીણ લોકોને મળ્યો છે. 22 એઇમ્સ જલ્દી બનાવવા માટે ઝડપથી મહેનત કરી રહ્યા છે. ગયા 5 વર્ષોમાં અમે એમબીબીએસના 30 હજાર અને પીજીની 15 હજાર સીટો વધારવાનું કામ કર્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.