ખબર

જો બાયડનએ ભારતને લઈને કહી દીધી મોટી વાત, વડાપ્રધાન મોદી સાથે….જાણો ફોન પર શું શું વાત થઇ

અમેરિકામાં ચૂંટણીના પરિણામો અંગે રાજકીય ગરબડ વચ્ચે નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાયડેન વ્હાઇટ હાઉસમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે. દરમિયાન ચૂંટણી જીત્યા બાદ તેમણે ભારત વિશે પહેલું નિવેદન આપ્યું છે.

Image source

જો બાયડેનએ કહ્યું છે કે તેઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કામ કરવા ઉત્સુક છે. તેમણે કહ્યું કે અમે કોવિડ -19 રોગચાળાને પહોંચી વળવા, વૈશ્વિક અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા અને સલામત અને સમૃદ્ધ હિન્દ-પ્રશાંત ક્ષેત્ર જાળવવા સહિતના તમામ વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છીએ.

બાઈડેનના હસ્તાંતરણ દળે જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મળીને કામ કરવા માટે ઘણા ઉત્સાહિત છે. જણાવી દઈએ કે ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી પીએમ મોદીએ ટ્વીટ કરીને જો બાયડેન અને કમલા હેરિસને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.

Image source

આ પછી મંગળવારે પીએમ મોદીએ બાયડન સાથે ફોન પર વાતચીત કરી હતી. ચૂંટણીના પરિણામો આવ્યા પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી વાતચીત હતી.