ખબર

હાઉડી મોદી: પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પને રોકીને સેલ્ફી લેનાર બાળક કોણ છે? જાણો સમગ્ર અહેવાલ વિગતે

જો કોઈ માણસને દુનિયાના બે દિગ્ગ્જ નેતાઓ સાથે સેલ્ફી લેવી હોય તો શું કરવાનું ? અને એમાં પણ આ 2 નેતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હોય તો ? આ તો સૌથી વધુ મુશ્કેલકામસ। પરંતુ હાઉડી મોદી કાર્યક્રમમાં સામે એક 9 વર્ષનો બાળક માટે આ કામ બેહદ આસાન હતું. આ બાળક મોદી અને ટ્રમ્પને રોકીને તેની સાથે સેલ્ફી લઈને રાતોરાત સોશિયલ મીડિયા સ્ટાર બની ગયો છે.

હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં હાઉડી મોદી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જયારે પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા ત્યારે પીએમ મોદી સાથે મુખ્ય સમારોહ સ્થળ પર જવા લાગ્યા હતા.બન્ને નેતા એક-બીજાના હાથ પકડીને આગળ વધી રહ્યા હતા. તે દરમિયાન એક બાળક પીએમ મોદી અને ટ્રમ્પ સાથે સેલ્ફી લઈને રાતોરાત ચર્ચામાં આવી ગયો હતો. સોશિયલ મીડિયામાં લોકો આ બાળકને લઈને સવાલ પૂછવા લાગ્યા હતા.

મંચ પર જવા માટે થોડા ભારતીય બાળકો બન્ને નેતાની આગેવાની માટે પારંપરિક કપડામાં ઉભા હતા. પીએમ મોદી એન ટ્રમ્પ બાળકો સાથે હંસતા હંસતા આગળ વધી રહ્યા હતા. પીએમ મોદી ટ્રમ્પનો હાથ પકડીને આગળ જઈ જ રહ્યા હતા. પરંતુ ટ્રમ્પ એક બાળકના હાથમાં મોબાઈલ જોઈને રોકાઈ ગયા હતા, તેને આ બાળકને પૂછ્યું પણ હતું। આ દરમિયાન મોદી આગળ વધી ગયા હતા. પરંતુ આ બાળકના આગ્રહથી ટ્રમ્પ ત્યાં જ રોકાઈ ગયા હતા. ટ્રમ્પને રોકાયેલા જોઈને મોદી પણ તેની પાસે આવી ગયા હતા, સફેદ ડ્રેસ પહેરેલો આ બાળક પીએમ મોદી અને ટ્રમ્પ સાથે સેલ્ફી લેવા માંગતો હતો. બન્ને નેતા સેલ્ફી લેવા માટે ખુશી-ખુશી તૈયાર થઇ ગયા હતા, મોદી એન ટ્રમ્પે આ બાળક સાથે સેલ્ફી લીધી હતી. સેલ્ફી લીધા બાદ પીએમ મોદીએ બાળકની પીઠ થપથપાઈવી હતી તો ટ્રમ્પે હાથ મિલાવીને આગળ વધી ગયા હતા.

એક રિપોર્ટ અનુસાર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે સેલ્ફી લેનાર બાળકનું નામ સાત્વિક હેગડે હતું. આસાત્વિકના માતા-પિતાનું નામ પ્રભાકર હેગડે અને મેઘા હેગડે છે. તે કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના રહેવાસી છે.સાત્વીકે યોગમાં પણ બહુજ રસ ધરાવે છે. યોગ કાર્યક્રમ પૂર્ણ થયાબાદ સાત્વિક લાઈનમાં ઉભો હતો ત્યારે જ ટ્રમ્પ અને મોદી સાથે સેલ્ફી લેવાનો મૌકો મળ્યો હતો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks