ખબર

મોદી સરકાર ભ્રષ્ટ અને અયોગ્ય કર્મચારીઓ ઉપર લેવા જઈ રહી છે મોટો નિર્ણય, 49 લાખ કર્મચારીઓમાં ફફડાટ

સમગ્ર દેશભરમાં ભ્રષ્ટચાર અને સરકારી કર્મચારીઓના અયોગ્ય વર્તનના મામલાઓ સામે આવતા રહે છે. ત્યારે હવે મોદી સરકાર આવા કર્મચારીઓ વિરુદ્ધ મોટા પગલાં ભરવા જઈ રહી છે. હવે આને લઈને મોદી સરકાર આવા કર્મચારીઓની ઓળખ કરવાના નિર્દેશ પણ આપી દીધા છે. સાથે જ મોદી સરકાર ભ્રષ્ટ અને અયોગ્ય કર્મચારીઓને રિટાયર્ડ કરવા ઉપર પણ જોર આપી રહી છે.

Image Source

કેન્દ્રમાં રહેલી મોદી સરકાર હવે સરકારી કર્મચારીઓના રેકોર્ડની તપાસ કરવાની છે. તેના માટે સરકારે દિશા-નિર્દેશ પણ આપી દીધા છે. તે અંતર્ગત અક્ષમતા અને ભ્ર્ષ્ટાચારના આરોપોની તપાસ કરવામાં આવશે. એવામાં જે લોકો ભ્રષ્ટ અને અયોગ્ય હશે એ લોકોને સેવા નિવૃત્ત થવા માટે કહેવામાં આવશે. તેના માટે એક રજીસ્ટર પણ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે.

Image Source

કેન્દ્ર સરકારે એક નવું દિશા-નિર્દેશ બહાર પાડ્યું છે. તે અંતર્ગત કેન્દ્ર સરકારે સેવામાં 30 વર્ષ પુરા કરી ચૂકેલા કે 50-55 વર્ષની ઉંમરના કર્મચારીઓની સેવા રેકોર્ડની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે 30 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અથવા 50-55 વર્ષની ઉંમરના સરકારી કર્મચારીઓના સર્વિસ રેકોર્ડમાં અક્ષમતા અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ થશે.

Image Source

કેન્દ્ર સરકારનું કહેવું છે કે સર્વિસ રેકોર્ડ તપાસ કર્યા બાદ એ નક્કી કરવામાં આવશે કે તે યોગ્ય કામ કરી રહ્યા છે કે નહિ કે પછી તેમને લોકહિત માટે સમય પહેલા જ નિવૃત્ત કરવામાં આવે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.