જાણવા જેવું ધાર્મિક-દુનિયા પ્રવાસ

ભારતમાં આવેલા ત્રણ સૂર્યમંદિરોમાંથી એક મોઢેરા સૂર્ય મંદિરનો ઈતિહાસ જાણો

મોઢેરા સૂર્ય મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લાના પુષ્પાવતી નદીના કિનારે સ્થિત છે. પાટણ શહેરથી ૩૦ કિલોમીટર દૂર આ મંદિર આવેલું છે. તેમજ મહેસાણાથી ૨૫ કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર સૌપ્રથમ સોલંકી રાજા ભીમદેવ પ્રથમ શાસનકાળ દરમિયાન (1022-1063) બનાવ્યુ હતુ. આ સૂર્ય મંદિર ગુજરાતમાં સોલંકી શૈલીમાંથી બનાવેલ મંદિર સર્વોચ્ચ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ મંદિર બે ભાગમાં વહેચવામાં એક ગર્ભગૃહનો અને બીજુ સભામંડપનુ છે. ગર્ભગૃહની લંબાઈ 51 ફૂટ 9 ઇંચ પહોળાઈ 25 ફૂટ 8 ઇંચ. તેમજ સભામંડપમાં કુલ 52 સ્તંભ આવેલા છે. આ સ્તંભોમાં રામાયણ તેમજ મહાભારત જેવા પ્રસંગો પણ ઉલ્લેખવામાં આવ્યા છે.

Image Source

આ મંદિર એક અક્ષ પર બન્યું છે આ મંદિરની મુખ્ય ત્રણ ભાગ છે.

  1. પ્રદક્ષિણા-પથ યુક્ત ગૃહ એટલે કે મંદિરનો મુખ્ય ભાગ પડે છે.
  2. એક અલગથી બનાવેલુ સભા મંડળ જેની સામે એક અલંકૃત તોરણ છે.
  3. પથ્થરથી નિર્મિત એક કુંડ જેમાં નાના-મોટા લઘુ આકારના મંદિર નિર્મિત છે.

આ મંદિરની સુંદરતા જોઈને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જશે. તેમજ આ મંદિરના પથ્થરો સ્તંભીય અષ્ટકોણીય આકારમાં ગોઠવાયેલા છે. જે અલંકૃત તોરણનો આધાર પ્રદાન કરે છે.

Image Source

મંડપની બહારની દીવાલો ઉપર બાર આદિત્યો, દિક પાલો, દેવીઓ તથા અપ્સરાઓની મૂર્તિ પ્રતિષ્ઠા સ્થાપિત કરેલી છે. સભા મંડળ જે ત્રિકોણ આકારમાં બનેલું છે જે સુંદર સ્તંભથી જોડાયેલું છે. સભા મંડળની ચાર મુખ્ય દિશા પ્રવેશ હેતુ અર્ધવૃત્યીય અલંકૃત તોરણ આવેલું છે. સભા મંડળની સામે એક મોટું તોરણ દ્વાર છે. જેની સામે કુંડ આવેલો છે જેને સૂર્યકુંડ અથવા તો સ્થાનિક લોકો રામકુંડ પણ કહે છે.

સૂર્યકુંડ સુધી પહોંચવા માટે સીડીઓ આવેલી છે. તેમજ કુંડની અંદર નાના આકારના મંદિર પણ આવેલા છે. જેમાં દેવી-દેવતાઓ ગણેશ ભગવાન, શિવ, તથા અન્ય લોકો સમર્પિત કરેલા છે. તેમજ કુંડમાં લગભગ 108 જેવા મંદિર આવેલા છે.

Image Source

સભા મંડળની સન્મુખ ગભૅગૃહ આવેલું છે જ્યાં ભગવાન સૂર્યની 12 મૂર્તિઓ સ્થાપિત કરેલી છે. ગર્ભગૃહની મધ્યમાં અંતરાલ છે. ગર્ભગૃહમાં કોઈપણ પ્રતિમા સ્થાપિત કરેલી નથી. તેમજ મંદિરની બહારની દીવાલોમાં પણ વિભિન્ન દેવી-દેવતાઓને પ્રતિમા સ્થાપિત કરેલી છે.

મંદિરની પાછળ રહેલા સીલાલેખ પર આધારિત છે મંદિરનો ધોરણ અને સંભોગ દેલવાડાના વિમલ વંશી આદિનાથ મંદિર સાથે સામ્યતા ધરાવે છે.

Image Source

ભારતમાં ટોટલ ત્રણ સૂર્યમંદિર આવેલા છે જેમાં પહેલા ઓડિશાનો મંદિર બીજું જમ્મુ માતૅઙ મંદિર તેમજ ગુજરાતમાં મોઢેરાનું સૂર્ય મંદિરનો સમાવેશ થાય છે. શિલ્પકલાની અદભૂત ઉદાહરણ આ મંદિર પૂરુ પાડે છે.

પુરાણમાં મોઢેરાનો ઉલ્લેખ કરેલો છે સ્કંદપુરાણ તેમજ બ્રહ્મપુરાણ અનુસાર પ્રાચીન કાળમાં મોઢેરાની આજુબાજુ પૂરા ક્ષેત્રમાં “ધર્મરન્ય” નામથી ઓળખવામાં આવ્યુ હતુ. ભગવાન રામે રાવણનો સંહાર બાદ ગુરૂ વશિષ્ઠે એક એવું સ્થાન બતાવ્યું જ્યાં આત્માને સુધી તેમ જ બ્રહ્મહત્યાના પાપના નિવારણ થઈ શકે. ત્યારે ગુરૂ વશિષ્ઠે શ્રી રામને ધર્મ રન્ય જવાની સલાહ આપી. જેને મોઢેરાના નામથી ઓળખવામાં આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks