દિલધડક સ્ટોરી નારી વિશે લેખકની કલમે વૈવાહિક-જીવન

મોડર્ન વહુ- આજના જમાનાની દરેક સાસુ આ વાત સમજી જાય તો કોઈ ઘર વિભક્ત કુટુંબ નહી બને!!! વાંચો અને શેર કરો સમજવા જેવી વાત છે..!!

આજકાલની છોકરીઓ વધારે સ્માર્ટ બની ગઈ છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દરેક સમસ્યાનું સમાધાન ગોતી નાખે છે. ના એમને કોઈ કચકચ ગમે કે ના કોઈ કે, તો કે, તીની આદત. બસ એ ભલું ને એમનું કામ ભલું. શ્રમ પ્રત્યેની સૂગને તો જાણે મનમાથી દૂર જ કરી દીધી હોય એવું લાગ્યા કરે. રાત દિવસ બસ કામ કરે અને સાથે સાથે ઘરનું બધુ કામ પણ આસાનીથી સાંભળી લે.. આજકાલની છોકરીઓ આટલું બધુ શીખી શકતી હોય તો આ જૂના જમાનાની સાસુ શું એમને સમજી ના શકે? એ એમનું સાસુપણું છોડી ના શકે? સવારમાં ઉઠતાં ઉઠતાં જ હાથમાં પેપર લીધુંને એમાં જ એક સરસ મોડર્ન વહુ વિષે વાંચતાં વાંચતાં સવિતાબેન આ બધુ પોતાના મનમાં જ વિચારવા લાગ્યા….
ત્યાં જ મોબાઈલની રિંગ વાગે છે. જોવે છે તો મહારાજનો જ કોલ હતો. ઉપાડયો તો સામેથી મહારાજે કહ્યું કે, મેડમ આજે હું રસોઈ બનાવવા નહી આવી શકું..
આ સંભળતા જ સવિતા બહેનના પગ તળેથી જમીન સરકી ગઈ. એક તો આજે મારી તબિયત કાલની વધારે ખરાબ છે. ઘરે કોઈ છે નહી ને મારા સાંધાના દુખાવા એ પણ કાળો કેર વરતાવ્યો છે. ને મારી બધી જ બહેનપણીઑ મારા ઘરે આવે છે. એકબાજુ નેન્સી પણ ઓફિસ જવા નીકળી ગઈ છે.

નેન્સી ઉંમરમાં ભલે મારા કરતાં નાની પણ સમજદાર બહુ છે. એ જ્યારથી લગ્ન કરીને આવી ત્યારથી મને તો ખબર જ નથી કે આ ઘરમાં કઈ વસ્તુ ક્યારે અને કેવી રીતે આવે છે. અને કેવી રીતે ઘર સંભાળે છે. એ સવારથી લઈને સાંજ સુધી જોબ પર હોય છ્તા ત્યાં બેઠા બેઠા જ ઘરની બધી વસ્તુ મેનેજ કરે સાથે મારા દીકરાને પણ સંભાળે ને મને પણ અને વ્યવહાર અને કુટુંબ તો નોખું પાછું. ખરેખર આ મારી વહુ દીકરી બનીને આવી છે મારા ઘરમાં. ને સદાય હસતી ને હસતી જ.. રવીવારના દિવસે મારા દીકરાને રજા હોય પણ મારી વહુ તો એ દિવસે ઘરની ડ્યૂટીમાથી પણ નવરી જ ના પડે.
એ બધુ તો ઠીક સવિતા… હવે શું કરીશ બે કલાકમાં જ આવી જશે સખીઓ તારી… અને તું એટલા બધાની રસોઈ બનાવી શકીશ.

ને ત્યાં જ ડોરબેલ વાગે છે. વસંતી ઘરનું કામ કરવા આવે છે.

મેડમને ચિંતામાં જોઈ એ બોલી, ચમ આજે આટલા બધા ટેન્શનમાં સો?? અને આ રસોડુ કેમ સૂનું સૂનું છે? મારાજ નથી આવ્યા? હાથમાં સાવેણી લઈને આખા ઘરમાં ચકર વકર નજર કરતા કરતાં વસંતી મેડમ સામે જોઈને બોલી.
અરે એ જ તો મોટું ટેન્શન છે… આજે ઘરે કોઈ હતું નહી તો મે દોઢી થઈને મારી બધી બહેનપણીઓને ગપ્પાં મારવા માટે બોલાવી અને જમવાનું પણ આમંત્રણ આપી દીધું. અને તાકળે મારાજે રોન કાઢી છે. હવે કેવી રીતે આટલી બધી રસોઈ બનશે? કોણ બનાવશે? હું તો ઊભી પણ ના રહી શકું ને મે જ્યારથી નેન્સી આવી છે ત્યારથી મે રસોડામાં પગ નથી મૂક્યો…!! સવિતાબહેને લમણે હાથ દઈને સોફા પર બેસતા બેસતા બોલ્યા ..

અરે મેડમ. તમારા ઘરમાં તો મોડર્ન વહુ છે… બધી જ તકલીફનું સોલ્યુશન હાથમાં લઈને ફરે… એકવાર તમારી મોડર્ન વહુને કહો તમારી તકલીફ દૂર !! વસંતીએ મેડમની મૂંઝવણ દૂર કરતાં કહ્યું.

અલી હું એ તો ભૂલી જ ગઈ કે મોદીની બહેન મારા ઘરમાં જ છે… ચાલ એને જ મેસેજ કરું.

ઝટ લઈને સવિતાએ પોતાનો મોબાઈલ લીધો ને સવિતાએ નેનસીને મેસેજ કરી બધી હકીકત કહી.

તરત જ નેન્સીએ રિપ્લે કર્યો, “સાસુ મોમ ચિંતા ન કરો.. તમે વસંતી જાય એટલે તમારા રૂમમાં જઈને સરસ તૈયાર થાવ અને તમારી બહેનપણીઓની આગતા સ્વાગતા વિષેનું સુંદર આયોજન કરો. વેલકમ ડ્રિંક્સથી લઈને જમવાનું પણ માત્ર થોડીવારમાં આવી જશે … તમે જલ્સા કરો…  ચિંતા જ મારે કરવાની.. લવ યુ સાસુ મોંમ ..બાય …..મિસ યુ …એન્જોય યોર વિથ ફ્રેંડ્સ. અને ઢગલો કિસી આપી દીધી.

સવિતા બહેન તો એ વોટ્સએપના મેસેજ જ જોતાં રહ્યા ને હરખાતા રહ્યા.. આજે એમને ખરેખર એવું લાગ્યું કે એમને દીકરો આપી દીકરી લીધી છે. આવી વહુ તો નસીબદાર ને જ મળે. અને સરસ મજાનાં તૈયાર થઈ અવાનાર બહેનપણીની રાહ જોવા લાગ્યા.

એક કલાકમાં તો વેલકમ ડ્રિંક્સ અને બધુ જમવાનું આવી ગયું.. સવિતા બહેને બધુ જ ડાઈનિંગ ટેબલ ઉપર ગોઠવી રહ્યા હતા ત્યાં જ તેમની બધી સખીઑ આવી પહોંચી.

વેલકમ ડ્રિંક્સમાં લીચી શરબત, સ્ટ્રોબેરી શરાબત અને આઇસ્ક્રીમ તો ખરો જે.. જેને જે ભાવે તે લેવાની છૂટ..
અને પછી બધી જ બહેનપણીઑ થોડા ગપ્પાં મારી જમવા બેસે છે. સવિતાબહેન તો નેન્સીના વખાણ કરતાં થાકતા નથી… કામવાનું મેનૂ પણ એકદમ પરફેક્ટ… પંજાબી સબ્જી, ગુજરાતી સબ્જી, કાઢી, દાળ, ભાત, પાપડ, ફરસાણ અને એ ઉપરાંત બીજી ઘણી વેરાયટીને સાથે સ્વીટમાં માલપૂડાતો ખરા જ ..
ત્યાં જ મીના બોલી, સવિતા તે તારી વહુને બહુ છૂટ આપી રાખી છે. અરે ઓર્ડર આપી મંગાવી લીધું જમવાનું એમાં તું આટલા વખાણ કરે…. તારી બહેનપણીઑ માટે ઘરે બનાવી આપે એ વહુ કહેવાય. તું સાવ ભોળી છે… આ તેને થોડું બનાવ્યું આ તો ઓર્ડર આપીને મંગાવ્યું છે. એ તો ઠીક પણ આટલો બધો ઓર્ડર અપાય… પૈસાની કિંમત જ નથી તારી વહુને..
ત્યાં જ સવિતા બહેન બોલ્યા, એ મારી વહુ નથી દીકરી છે… અને હું મારી દીકરીને શું છૂટ ના આપી શકું? એ કમાય છે તો એ પૈસા વાપરી શકે છે… અને આ પૈસાનો બગાડ નથી આ એની લાગણી અને પ્રેમ છે. મને મારી મોડર્ન વહુ પર ગર્વ છે. જો એ દીકરી આટલૂ બધુ કરી શકે તો હું એના માટે થઈને મારા જૂના વિચારો બાજૂ પર ના મૂકી શકું?? અરે તમે પણ તમારી વહુને જમણા પ્રમાણે છૂટ આપો .. એ તમારા માટે જીવ આપવા પણ ઊભી રહેશે.. આજની દીકરીઓ ભલે મોડર્ન છે.. પણ આપણાં જમાનાની વહુઓ કરતાં ઘણી સારી છે.. સમજાય તો વંદન !!
બાકી મારી નેન્સી વહુ બેસ્ટ છે !!

શીખ – જો દરેક સાસુ વહુ નેન્સી અને સવિતાબહેન જેવુ વિચારે તો કોઈ કુટુંબ વિભક્ત કુટુંબ નહી બને !!

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks