દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

આ છે કળિયુગના શ્રવણ કુમાર, છેલ્લા 20 વર્ષોથી પોતાની માતાને ખભા પર ડોલીમાં બેસાડીને કરાવે છે યાત્રા

5000 વર્ષ જૂનું રામાયણ વિશે તો આપણે જાણીએ જ છીએ, એમાં ભગવાન રામનો પિતૃ પ્રેમ પણ વિશે પણ આપણે જાણીએ છીએ. રામાયણમાં જ શ્રવણનો એક જગ્યાએ ઉલ્લેખ આવે છે કે જે પોતાના અંધ માતા-પિતાને ડોલીમાં બેસાડીને ખભે ઉપાડીને યાત્રા કરવા લઇ જાય છે અને કમનસીબે રાજા દશરથના તીરથી મૃત્યુ પામે છે. આજે પણ આ શ્રવણ માતા-પિતાની ભક્તિ માટે પ્રસિદ્ધ છે. મધ્યપ્રદેશના જબલપુરના રહેવાસી કૈલાશ ગિરી બ્રહ્મચારી આજના શ્રવણ કુમાર છે.

Image Source

લગભગ 20 વર્ષ પહેલા કૈલાશ ગિરીની માતાએ પણ પોતાના દીકરા સામે ચારધામની યાત્રાની ઈચ્છા વ્યક્ત કરી હતી. માતાની ઈચ્છાને પુરી કરવા માટે કૈલાશ લગભગ 20 વર્ષ પહેલા પોતાની નેત્રહીન વૃદ્ધ માતાને ડોલીના સહારે ખભા પર બેસાડીને 36000 કિમી પગપાળા ચાલી ચુક્યા છે. યાત્રા શરુ કરી એ સમયે કૈલાશની ઉમર 25 વર્ષ હતી અને આજે તેમની ઉંમર લગભગ 50 વર્ષની આસપાસ છે. કૈલાશ જયારે નાનો હતો ત્યારે તે પડી ગયો હતો અને તેને ખૂબ જ વાગ્યું હતું. એ સમયે તેની માતાએ તેમના માટે ચારધામના દર્શનની માનતા માની હતી.

Image Source

માતાની એક ઈચ્છા પુરી કરવા માટે પોતાની આખું જીવન માતાની સેવામાં લગાવી દેનાર દીકરાએ કયારેય પોતાની માતાને એકલું લાગવા નથી દીધું. કૈશની માતા કીર્તિ દેવી હવે 92 વર્ષના થઇ ચુક્યા છે. તેમની યાત્રા દરમ્યાન કૈલાશે લોકો દ્વારા આપવામાં આવેલા સમાનનમાંથી પોતાની માતા માટે જાતે જ ખાવાનું બનાવ્યું છે અને પોતાના હાથેથી ખવડાવ્યું છે. કૈલાશ પોતાની નેત્રહીન માતાને ખભા પર ડોલીમાં બેસાડીને રોજ 5-6 કિલોમીટર ચાલતા હતા. તડકો-છાંયડો જોયા વિના સવારે 6.30થી શરુ કરીને સાંજે સુરજ આથમે ત્યાં સુધી કૈલાશ પગપાળા ચાલતા હતા.

Image Source

કૈલાશનું કહેવું છે કે આ દુનિયામાં તેમની માતાનું તેમના સિવાય કોઈ બીજું નથી. જયારે તેઓ 10 વર્ષના હતા ત્યારે પિતાજીનું મૃત્યુ થયું હતું અને તેમના ભાઈ-બહેન પણ હવે આ દુનિયામાં નથી રહયા. કૈલાશ અત્યાર સુધીમાં પોતાની માતાને દ્વારકા, ઋષિકેશ, હરિદ્વાર, અયોધ્યા, કેદારનાથ, બદ્રીનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ, ગંગાસાગર, ચિત્રકૂટ, પુષ્કર, તિરૂપતિ બાલાજી, પ્રયાગરાજ જેવા સ્થળોની યાત્રા કરાવી ચુક્યા છે. તેમને પોતાની યાત્રાનું સમાપન વર્ષ 2016માં વ્રજભૂમિમાં કર્યું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks