અજબગજબ

કરોડોની કિંમતની લકઝરીયસ કારની સામે ઉભેલી મોડેલને મળે છે આટલા રુપિયા, ચકિત થઇ જશો

આપણે સૌ જોતા હોય છે કે, કોઈ ઓપન નવી ગાડી લોન્ચ કરવામ આવે ત્યારે તેની પાસે ખુબસીરત મોડેલ હોય છે. મુલાકાતીઓ આ મોડેલ સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરતા હોય છે. આપણે સામાન્ય રીતે વિચારતા હોય છે કે,ગાડી પાસે ઉભી રહીને હસવું કેટલું આસાન છે. આ જોબ કરવા માટે જોઈએ છીએ તો ફક્ત એક ખુબસુરતી. આ મોડેલની મુસ્કુરાહટ પાછળ હોય છે ખામોશી અને સંઘર્ષ.

Image Source

હાલમાં જ ગ્રેટર નોઈડામાં ઇન્ડિયા એક્સ્પો થયો હતો. જેમાં કરોડોની લકઝરીયસ ગાડીઓ હતી. આ દરેક ગાડીઓની સામે ઉભી હોય છે મોડેલ. આ એક્સ્પોની એક મોડેલે જણાવ્યું હતું કે, ઓટો એક્સ્પોમાં લગભગ 10થી 11 કલાક ઉભું રહેવું પડે છે. આ બચ્ચે દોઢથી બે કલાકની શિફ્ટ હોય છે. આ દરમિયાન આવતા જતા લોકો સાથે હસીને સેલ્ફી લેવી પડે છે. જે ઘણું સંઘર્ષભર્યું છે. જો આ મોડેલનું માનવામાં આવે તો ફેબ્રુઆરીની ઠંડીમાં શોર્ટ ડ્રેસમાં ઉભું રહેવું ઘણી અઘરું છે.

Image Source

આ મોડેલે જણાવ્યું હતું કે, ઓટો એક્સ્પોમાં જવા માટે સવારે 5 વાગ્યે જાગી જવું પડે અને ઘરે પરત ફરતી વખતે રાતે 9 વાગી ગયા હોય છે. હાઈહિલ્સ પહેરીને 10થી 11 કલાક ઉભા રહેતા એડી પણ દુખવા લાગે છે. જેના કારણે રાતે ઊંઘ પણ નથી આવતી. મોડેલે જણાવ્યું હતું કે, ઘણી વખત લુક્સના કારણે મોડેલને રિજેક્ટ કરી દેવામાં આવે છે જેના કારણે ડિપ્રેશનમાં ચાલી જાય છે.

Image Source

મોડેલે જણાવ્યું હતું કે, તે ચાર્ટેડ એકાઉન્ટ છે. પરંતુ ફેશનની દુનિયા તેને આકર્ષિત કરે છે. તેથી મોડેલિંગની દુનિયામાં આવવાનું વિચાર્યું હતું. ફેશનની દુનિયા,આ આવ્યા બાદ ખબર પડી કે કેટલો સંઘર્ષ કરવો પડે છે. સ્થાનિક મોડેલ કરતા વિદેશી મોડેલને વધુ પૈસા મળે છે. વિદેશી મહિલાને 14થી 15 હજાર મળે છે જયારે સ્થાનિક મોડેલ ને જો અનુભવ હોય તો 7 હજાર અને બિનઅનુભવી હોય તો તેને 3 હજાર મળે છે. વિદેશી મોડેલ આવવાને કારણે સ્પર્ધા વધી જાય છે.

Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.