રંગરેલિયા મનાવ્યા પછી આ મહિલાને 3 વાર જવુ પડ્યુ હતુ હોસ્પિટલ, બોયફ્રેન્ડની ખાસિયત બની મુસીબત

સંબંધ બાંધીને મોજ કરવાની શોખીન આ મહિલા સાથે જે થયું એ જાણીને મગજ ફરી જશે

બ્રિટેનની મોડલ અને રિયાલિટી ટીવી સ્ટાર ટ્રેસી કિસે એક ઇન્ટરવ્યુ દરમિયાન તેની પર્સનલ લાઇફને લઇને કેટલાક ખુલાસા કર્યા છે. ઇન્ટરવ્યુ દરમિયાન તેણે જણાવ્યુ કે, બોયફ્રેન્ડ સાથે સંબંધ બનાવ્યા બાદ તે ત્રણ વાર હોસ્પિટલ પહોંચી ગઇ હતી.

ટ્રેસીની તેના બોયફ્રેન્ડ માર્ક સાથે મુલાકાત રિયાલિટી ટીવી શો નેકેડ એટ્રેક્શન પર થઇ હતી. બંનેએ એકબીજાને એક વર્ષ સુધી ડેટ કર્યુ હતુ. હાલમાં જ ટ્રેસીએ ફેબ્યુલસ નામની વેબસાઇટ સાથે વાતચીતમાં તેની લાઇફ વિશે વાત કરી હતી. ટ્રેસીએ કહ્યુ કે, મારા બોયફ્રેન્ડની ફિટનેસ ઘણી જબરદસ્ત છે અને તેની આ ખાસિયત મારા માટે મુસીબત બની ગઇ.

ટ્રેસીએ આગળ વાત કરતા કહ્યુ કે, અમારી પર્સનલ લાઇફમાં ઘણુ એડવેંચર હતુ. અમારી કેમેસ્ટ્રી એટલી હોટ હતી કે મારે બે-ત્રણ વાર હોસ્પિટલ જવુ પડ્યુ હતુ. પરંતુ આખરે અમારે એક વર્ષ બાદ બ્રેકઅપ કરવુ પડ્યુ હતુ. લંડન અને મિડલસ્બર્ગ વચ્ચે ઘણુ અંતર છે. તેને બે બાળકો છે જેને કારણે તે વધારે ટ્રાવેલ કરી શકતી ન હતી.

ટ્રેસીએ માર્ક વિશે જણાવ્યુ હતુ કે, તેને માર્કથી કોઇ ફરિયાદ નથી, અમે બંને ખૂબ જ એડવેંચર કરનાર લોકો છીએ. મારેક મિસ્ટર યુનિવર્સ પણ બની ગયો છે. મને લાગે છે કે મારી અને માર્કની જોડીના કેટલાક એવા હિસ્સા છે જેને હું પબ્લિકમાં જણાવી શકતી નથી. આ ઉપરાંત તેણે એવુ પણ કહ્યુ કે, કેટલાક એવા પણ હિસ્સા છે જેના પર ફિલ્મ પણ બનાવી શકાય.

તમને જણાવી દઇએ કે, ટ્રેસી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેની યુટયૂબ ચેનલ છે જેમાં તે ફિટનેસ, સર્જરી અને લાઇફ સાથે જોડાયેલ અપડેટ્સ તેના ચાહકો સાથે શેર કરતી રહે છે. તે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ સતત ગ્રો કરી રહી છે.

ટ્રેસીની ફિટનેસ ખૂબ જ સરસ છે અને તેની ફિટનેસ એ વાતની સાબિતી છે કે માતા બન્યા બાદ તમારુ જીવન થમી જતુ નથી. સતત તમે પોઝિટિવિટી રાખી આગળ વધી શકો છો. તેણે કહ્યુ, મને લાગે છે કે, ફિટનેસને લઇને મારા જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે અને હું એ લોકોમાં નથી જે 30 વર્ષની ઉંમર બાદ તેમની લાઇફ ધીમી પડી જાય છે.

Shah Jina