જીમમાં ખૂબસુરત છોકરી જોઇ છેડતી કરવી આ વ્યક્તિને પડી ભારે, આખરે થઇ એવી ચોંકાવનારી ઘટના કે…જુઓ વીડિયો

જિમમાં છોકરી સાથે જબરદસ્તી કરવા લાગ્યો વ્યક્તિ, જુઓ વીડિયો

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર છેડતીના કિસ્સાઓ સામે આવે છે, જેમાં યુવકો દ્વારા યુવતિઓ કે સગીરાની છેડતી કરવામાં આવતી હોય છે. ઘણીવાર આવી ઘટના કેમેરામાં પણ કેદ થઇ જતી હોય છે અને સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થઇ જાય છે. ઘણીવાર યુવકોની આવી કરતૂતનો જવાબ યુવતિઓ એવી રીતે આપે છે કે તેઓ છવાઇ જાય છે અને લોકો તેના વખાણ કરવા લાગે છે.

હાલમાં એક ફિટનેસ મોડલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને બહાદુરી અને પ્રેજેંસ ઓફ માઇન્ડ માટે પૂરા ઇન્ટરનેટથી ઘણી સરાહના મળી છે. એક જિમની અંદર ફિટનેસ મોડલ સાથે છેડછાડ કરવાની કોશિશ કરનાર એક વ્યક્તિ સાથે બહાદુરીથી લડવાવાળી મહિલાની ઇન્ટરનેટ પર પ્રશંશા થઇ રહી છે. આ પૂરી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. મહિલાની ઓળખ 24 વર્ષિય નશાલી અલ્માના રૂપમાં થઇ છે.

વીડિયોની શરૂઆત અમેરિકાના ફ્લોરિડાના ટામ્પામાં ઇનવુડ પાર્ક એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્ષના એક જિમમાં નશાલીના વર્કઆઉટથી થાય છે. વાયરલ થવાવાળા વીડિયોમાં જેવિયર થોમસ-જોનસના રૂપમાં ઓળખાનાર આરોપી જિમમાં આવે છે અને બહાર ઊભો રહી જાય છે. નશાલીએ તેના અંદર આવવા માટે દરવાજો ખોલ્યો અને પછી પોતાની કસરત જારી રાખી. થોડીવાર બાદ આરોપી તેની પાસે આવે છે અને છેડછાડ કરવાની કોશિશ કરે છે.

વિરોધ છત્તાં નશાલીને આરોપી જમીન પર પાડવાની કોશિશ કરે છે, પણ મહિલા બહાદુરી સાથે તેની જોડે લડે છે અને તેના ચહેરા પર મુક્કા મારવાનું શરૂ કરી દે છે. કેટલાક સમય બાદ આરોપી આખરે મહિલાની બહાદુરી સામે હાર માની લે છે. હિલ્સબોરો કાઉંટી શેરિફ ઓફિસ દ્વારા ઇન્સ્ટા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોના માધ્યમથી પોતાની કહાની શેર કરતા નશાલીએ કહ્યુ કે, જેવો જ તે મારી પાસે આવ્યો કે મેં તેને ધક્કો મારી દીધો.

મેં કહ્યુ- બ્રો શું કરે છે ? મારાથી દૂર થઇ જા. મને અડવાની કોશિશ કરવાનું બંધ કર. તેણે બેંચની ચારે તરફ મારો પીછો કરવાનું શરૂ કરી દીધુ અને અમે જીમની બીજી બાજુ આવી ગયા. મારી સલાહ છે કે ક્યારેય હાર ના માનો. મારા માતા-પિતાએ મને જીવનમાં હંમેશા કહ્યુ કે, ક્યારેય કોઇ પણ વસ્તુને છોડવી ન જોઇએ અને જ્યારે હું તેનાથી લડી રહી હતી તો આ એક વાત મેં ધ્યાન રાખી.

Shah Jina