વાડામાં આ કામ કરવા ઘુસી યુવતી અને ચિત્તાએ જુઓ કેવા હાલ કર્યા- રુવાડા ઉભા થઇ જશે એવી તસવીરો આવી

દોઢડાહી થઈને ચિત્તા સાથે આ કામ કરવા ગઈ અને ચિત્તાએ કર્યો હુમલો- જુઓ

એક મોડલને ચિત્તા સાથે ફોટોશૂટ ઘણુ મોંઘુ પડ્યુ છે. જે સમયે મોડલ કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી હતી ત્યારે પાછળથી ચિત્તાએ હુમલો કરી દીધો. આ હુમલામાં મોડલના ચહેરા અને કાન પર ગંભીર ઇજા પહોંચી છે. જો કે, મોડલની ખુશકિસ્મતી રહી કે તે ચિત્તાના વાડામાંથી જીવતી બહાર નીકળી શકી, ઘાયલ મોડલને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટના જર્મનીની છે.

ધ સનના રીપોર્ટ અનુસાર પીડિત મોડલની ઓળખ જેસિકા લિડોલ્ફના રૂપમાં થઇ છે. આ મહિલા પૂર્વી જર્મનીમાં એક પશુ આશ્રય સ્થળમાં ફોટોશૂટ માટે બે ચિત્તાના વાડામાં ઘૂસી ગઇ હતી. ગંભીર રૂપથી ઘાયલ જેસિકાને એરલિફ્ટ કરી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.

સર્કસના સેવાનિવૃત્ત જાનવરોને અહીં રાખવામાં આવે છે, જેસિકા અહીં ફોટોશૂટ માટે પહોંચી હતી. આ દરમિયાન તે 16 વર્ષની ટ્રોજા નામની ફીમેલ ચિત્તાના વાડામાં જતી રહી. ત્યારે ચિત્તાએ તેના પર હુમલો કર્યો. ચિત્તાએ જેસિકાના ગાલ, કાન અને માથાને ચબાવી દીધુ. ઘાયલ જેસિકા ત્યાં જ બેહોંશ થઇ ગઇ. તેને એરએમ્બ્યુલેંસથી હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. જયાં તેની કેટલીક સર્જરી કરાવવામાં આવી.

ડોક્ટરો અનુસાર જેસિકા ખતરાથી બહાર છે. પરંતુ તેને સદમામાંથી બહાર નીકળતા થોડો સમય લાગશે. જેસિકાનો જીવ બચી ગયો, પરંતુ તેના ચહેરા પણ ઘણા ડાગ બની ગયા છે.

મોડલે ઘટનાની જાણકારી આપતા કહ્યુ કે, ચિત્તા સતત તેના ગાલ, કાન અને માથાને કાપતો રહ્યો. પોલિસ અધિકારી હુમલાની તપાસ કરી રહ્યા છે. શેલ્ટરના માલિકે આ મામલા પર કંઇ પણ બોલવાની ના કહી દીધી છે.

Shah Jina