ખબર

શરીરના આ અંગની સર્જરી બાદ આ પ્રખ્યાત મોડેલનું થયું મૃત્યુ ,17 વર્ષની ઉંમરમાં જ શરૂ કર્યું હતું મોડેલિંગ

શરીરના એ ભાગ વિશે જાણીને ખળભળી ઉઠશો

આજે મોડેલિંગની દુનિયામાં પોતાને ટકાવી રાખવા માટે અને જગ્યા મેળવવા માટે ઘણી યુવતીઓ પોતાની ફિટનેસ ઉપર ધ્યાન રાખે છે, અને જો શરીરમાં કોઈ સર્જરી કરાવવા જેવી લાગે તો તે સર્જરીનો પણ સહારો લે છે, પરંતુ આવી જ સર્જરીનો સહારો લેવો એક મોડેલને ભારે પડી ગયો અને તેને પોતાના જીવથી હાથ ધોવા પડ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Joselyn Cano 🧿 (@joselyncano)

અમેરિકાની મોડેલ અને ફેશન ડિઝાઈનર જોસલીન કાનોનું 29 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું છે. તેની નિધન બટ-લિફ્ટ સર્જરીના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. જોસલીન મોડેલિંગની દુનિયાનું ખુબ જ મોટું નામ હતી અને તેને મેક્સિકોની કિમ કાર્દશિયનના નામે ઓળખવામાં આવતી હતી. તેનું મૃત્યુ 7 ડિસેમ્બરના રોજ થયું હતું. 16 ડિસેમ્બરના રોજ તેના એક મિત્રએ તેના નિધનની જાણકરી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Joselyn Cano 🧿 (@joselyncano)

જોસલીનના મૃત્યુ બાદ તેના ચાહકો સોશિયલ મીડિયામાં શોક વ્યક્ત કરી રહ્યા છે. તેના ઇન્સ્ટાગ્રામ ઉપર 13 મિલિયન ફોલોઅર્સ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે જોસલીન કાનો બટ લિફ્ટ સર્જરી માટે  કોલંબિયા પહોંચી હતી અને સર્જરી યોગ્ય રીતે ના થવાના કારણે તેનું મૃત્યુ થઇ ગયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Joselyn Cano 🧿 (@joselyncano)

જોસલીનનો જન્મ 14 માર્ચ 1990ના રોજ થયો હતો અને તેને માત્ર 17 વર્ષની ઉંમરમાં જ મોડેલિંગ પણ શરૂ કરી કરી દીધું હતું. જોસલીનને પોતાની ગ્લેમરસ સ્ટાઇલ અને દેખાવના કારણે તેને મેક્સિકોની કિમ કાર્દશિયનનું ટેગ પણ મળ્યું હતું. તે એ મોડેલમાં હતી જેને ખુબ જ ઓછા સમયમાં ઘણી મોટી નામના મળેવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Joselyn Cano 🧿 (@joselyncano)

જોસલીન કાનોએ એક મોડેલની રીતે સારી દેખાવવા માટે ઘણી વાર સર્જરી કરાવી હતી. તેના ચાહકોને વિશ્વાસ નથી આવી રહ્યો કે બટ લિફ્ટ સર્જરીના કારણે કોઈ કેવી રીતે મૃત્યુ પામી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Joselyn Cano 🧿 (@joselyncano)